Posts

Showing posts from September, 2024

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
  વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર...

લીમખેડા તાલુકામાં "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ " અંતર્ગત " સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા " ઉદ્દેશ હેઠળ ફળો - શાકભાજી વાળાઓને સ્વચ્છતા સંદેશ અપાયો

Image
 લીમખેડા તાલુકામાં "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ " અંતર્ગત " સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા " ઉદ્દેશ હેઠળ ફળો - શાકભાજી વાળાઓને સ્વચ્છતા સંદેશ અપાયો દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છતા મંત્રને સાકાર કરવા હેતુ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા સૂત્ર ચરિતાર્થ થાય તે હેતુથી લીમખેડા તાલુકામાં આવેલ શાક માર્કેટ, ખાણી-પીણી બજારો, લારી-ગલ્લા પર લોકોને સ્વચ્છતા વિશે સમજૂતી આપવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ કરવા પર થતું નુકસાન તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અંગેના ઉપરાંત પોતાના આર્થિક ઉપાર્જન એવા લારી ગલ્લા ની આસપાસના સ્થળની સાફ સફાઈ રોજિંદી કરવા માટે સમજાવવામાં આવ્યું હતું. એ સાથે IEC પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા એપ્રેન્ટિસશિપ ભરતી મેળો અને અનુંબધમ નામ નોંધણી કેમ્પ અને સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર અને અનૂબંધમ-એન.સી.એસ. નામ નોંધણી કેમ્પ યોજાયો

Image
  દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા એપ્રેન્ટિસશિપ ભરતી મેળો અને અનુંબધમ નામ નોંધણી કેમ્પ અને સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર અને અનૂબંધમ-એન.સી.એસ. નામ નોંધણી કેમ્પ યોજાયો દાહોદ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજ, દાહોદ, ઝ।લોદ રોડ ખાતેરોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો, સ્વ રોજગાર શીબીર તેમજ અનુંબધમ - એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું. આ કેમ્પ દરમ્યાન દાહોદ,ગોધરા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ખાનગી ક્ષેત્રના ૯   નોકરીદાતાઓ દ્વારા હાજર રહીને આઈ.ટી.આઈ. (ઓલ ટ્રેડ ) અને ધોરણ -૧૦ /૧૨ પાસ /  ડિપ્લો, GNM/ B.sc નર્સિંગ, BA , B.com, B.sc ,B.R.S/M.R.S જેવી ૩૯૫ જેટલી ટેકનીકલ – નોન ટેકનીકલ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેવામા આવ્યા હતા. જેમાં ૨૮૭ ઉમેદવારોએ ભાગ લીધો હતો અને ૭૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી  કરવામા આવી હતી. ભરતી મેળામાં રોજગાર કચેરીના અધિકારી - કર્મચારીઓ દ્વારા રોજગાર કચેરી રોજગારલક્ષી યોજનાઓ, સ્વરોજગાર, નિવાસી તાલીમ તેમજ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. ૦૦૦

દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

Dahod news : ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું

Image
Dahod news : ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું દાહોદ:- સમગ્ર રાજ્યભરમાં અત્યારે આઈ સી ડી એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આંગણવાડી બહેનો ત્યારે દાહોદ જિલ્લામાં પણ રોજ બ રોજ વિવિધ પ્રવૃતિઓ થકી અનેકો કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે નિમિતે ફતેપુરા તાલુકાના વાંગડ મોડેલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી.    આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ કટારા એ જણાવ્યું હતું કે, ભારતીય નારીશક્તિએ હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને ગૌરવાન્વિત કરી છે. સંસ્કારી બાળક માતા અને પરિવાર માટે સૌથી મોટી પૂંજી છે. તેમણે કુદરતે સ્ત્રીને આપેલા અપાર શક્તિના ખજાનાનો પરિવાર, સમાજ અને દેશહિતમાં ઉપયોગ કરવાની શીખ આપી હતી.માતાઓ દ્વારા બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી છે. પરિવારમાં કોઈ કંકાસ, મતભેદ અને વિચારભેદ ન થાય તે માટે મહિલાઓની ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું હતું.      આ કાર્યક્રમ દરમ્ય...

Dahod news :નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ એકમ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Image
  Dahod news :નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ એકમ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો ૦૦૦ દાહોદ : દાહોદમા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલજ, દાહોદના એન. એસ.એસ. એકમ દ્વારા ૨૪ સપ્ટેમ્બર એન.એસ.એસ. દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ અભિયાન અંતર્ગત 'સ્વભાવ સ્વછતા - સંસ્કાર સ્વછતા'  હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા હું પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ અને પોતે સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦કલાક એટલે કે, દર અઠવાડિયે ૨  કલાક શ્રમદાન કરીને સ્વચ્છતા કરીશના સંકલ્પ લેવામા આવ્યા હતા. 

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Image
Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દેવગઢ બારિયાના બામરોલી પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ " એક પેડ મા કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ

Image
 " એક પેડ મા કે નામ - દાહોદ - ૨૦૨૪ " દેવગઢ બારિયાના બામરોલી પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ " એક પેડ મા કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ ૦૦૦  દાહોદ જિલ્લામા સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી  સેવા અને એક પેડ મા કે નામ એમ ત્રણ અભિયાનનો એક સાથે થયેલો પ્રારંભ ૦૦૦ દાહોદ જિલ્લામા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ માટે મંત્રીશ્રી દ્વારા કરાયો અનુરોધ દાહોદ : ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન તેમજ એક પેડ માં કે નામ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  દેવગઢ બારિયાના બામરોલી પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ સેવા સેતુ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહી અન્ય મહાનુભાવો સહિત " એક પેડ માં કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ હતુ.  આપણું ગામ અને જિલ્લો હરિયાળો બને એવો પ્રયાસ આપણે કરીએ એમ કહેતા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત છે. ઓક્સિજનની જરુરિયાત, પર્યાવરણની સમતુલા, પ્રદૂષણ ...

સ્વચ્છતા અભિયાન :- દાહોદ જિલ્લો

Image
  સ્વચ્છતા અભિયાન :- દાહોદ દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતે થી સ્વચ્છતા કરી 'સ્વચ્છતા હી સેવા અભિયાન' નો જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ પ્રારંભ કરાવ્યો*" ૦૦  'સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા'  અને દેશનો ખૂણે ખૂણો આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે:- કલેકટર શ્રી યોગેશ નિરગુડે ૦૦  દાહોદ:- રાજ્યભરમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪  અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં ૧૭  સપ્ટેમ્બર થી શરૂ થતા 'સ્વચ્છતા હી સેવા અભિયાન' ૩૧ સપ્ટેમ્બર સુધી ચાલશે. હાલમાં દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતેથી.જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે તેમજ પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સહિત ગ્રામજનો એ  સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.  જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ  સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક...

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Image
   સેવા સેતુ કાર્યક્રમ – દાહોદ ૦૦૦ Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ  ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ૦૦૦ આપણી શેરી - મહોલ્લા સાફ રહે એ સુનિશ્ચિત કરવુ જોઇએ અને સાફ-સફાઇની શરુઆત આપણાથી કરવી જોઇએ. તેમજ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવો જોઇએ- કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે ૦૦૦ આપણી સરકાર બાળક જન્મે ત્યારથી લઇને એના સમગ્ર જીવનકાળ દરમ્યાન સુધીની ચિંતા કરી રહી છે ત્યારે કોઇપણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટેના પ્રયત્નો કરવાના છે.-ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી ૦૦૦ દાહોદ : સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ દાહોદ શહેર સહિત તમામ તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દાહોદમાં મોટી રાણાપુર ગામની મહેંદી ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટરશ્રી યોગેશ નિરગુડે તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી સહિત અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને લાભ આપવા અર્થે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત...

સેવા સેતુ કાર્યક્રમ - દાહોદ- ૨૦૨૪

Image
  સેવા સેતુ કાર્યક્રમ - દાહોદ- ૨૦૨૪ ૦૦૦ *પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દેવગઢ બારીયા તાલુકાના બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ૧૦ મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો* ૦૦૦ *આજનો અવસર એળે ન જાય એ માટેના પ્રયાસો કરીને આવેલ તમામ લાભાર્થીઓને લાભ મળી રહેશે અને અવિરતપણે આ વિકાસયાત્રા જરુરીયાતમંદ લોકો માટે ચાલતી રહેશે-મંત્રીશ્રી બચુભાઇ ખાબડ* ૦૦૦ દાહોદ : રાજ્યભરમાં ૧૭ મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિતે મહત્વના અભિયાનો સેવા સેતુ કાર્યક્રમની સાથે સ્વચ્છતા હી સેવાનો આજથી શુભારંભ થઇ રહ્યો છે, જે ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કર્યો છે અને લોકોને ઘર આંગણે સરળતાથી સેવા પ્રદાન કરવા માટે સેવા સેતુનો ૧૦ મો તબક્કો પ્રારંભ કરવામા આવ્યો છે. સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનને પણ એ સાથે વેગ આપવામા આવી રહ્યો છે.  દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રજાની લાગણી, માંગણી અન...

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર " સાગડાપાડા ૨ " ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ

Image
  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર " સાગડાપાડા ૨ " ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ દાહોદ : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર " સાગડાપાડા ૨ " ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરસુશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ ૭ માં રાષ્ટ્રીય પોષણ માસ"ની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે ફતેપુરા ઘટક -૨ icds શાખાના ઇન્ચાર્જ cdpo સુશ્રી દિવ્યાબેન પંજાબી તથા ઘટક - ૨ ના bnm, pse તથા ગામના વડીલો, સગર્ભા બેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યારે પોષણ માહ ૧ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ અંતર્ગત સુપોષિત ભારત - સાક્ષર ભારત - સશક્ત ભારત બનાવવા માટે રાષ્ટ્રીય પોષણ માહની ૫ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે.  જેમાં એનિમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, ૭ માસથી ૩ વર્ષના બાળકો, ૩ થી ૬ વર્ષના બાળકો, સાસુઓને એકત્રિત કરી વાનગી નિદર્શન કરી THR ( બાલ શકિત, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ )...

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

Image
 Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો દાહોદ જિલ્લાના જિલ્લા - તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓના જીવનનો મૂળ પાયો ઘડનાર શિક્ષક છે, શિક્ષક એ સમાજના વિકાસની કરોડરજ્જુ છે.-પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ ૦૦૦ તમામ માતા - પિતાઓના સપનાને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોના હાથમા છે.આગામી સમયમાં વિકસિત સમાજની સાથોસાથ વિકસિત દાહોદ તરફ આગળ વધવાનું છે.- સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર ૦૦૦ કોઈપણ સમાજના નિર્માણનો આધાર શિક્ષકો છે. બાળકોને સાચો દિશા નિર્દેશ કરવામાં શિક્ષકોનો ફાળો અતુલ્ય છે.-કલેકટરશ્રી યોગેશ નિરગુડે ૦૦૦ દાહોદ : શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા ...