માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod news : ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું

Dahod news : ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું


દાહોદ:- સમગ્ર રાજ્યભરમાં અત્યારે આઈ સી ડી એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આંગણવાડી બહેનો ત્યારે દાહોદ જિલ્લામાં પણ રોજ બ રોજ વિવિધ પ્રવૃતિઓ થકી અનેકો કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે નિમિતે ફતેપુરા તાલુકાના વાંગડ મોડેલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી.   

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ કટારા એ જણાવ્યું હતું કે, ભારતીય નારીશક્તિએ હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને ગૌરવાન્વિત કરી છે. સંસ્કારી બાળક માતા અને પરિવાર માટે સૌથી મોટી પૂંજી છે. તેમણે કુદરતે સ્ત્રીને આપેલા અપાર શક્તિના ખજાનાનો પરિવાર, સમાજ અને દેશહિતમાં ઉપયોગ કરવાની શીખ આપી હતી.માતાઓ દ્વારા બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી છે. પરિવારમાં કોઈ કંકાસ, મતભેદ અને વિચારભેદ ન થાય તે માટે મહિલાઓની ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું હતું.     

આ કાર્યક્રમ દરમ્યાન નારી અદાલત, ૧૮૧ અભયમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી બહેનો સંબંધિત સેવાઓ અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી પણ આપવામાં આવી હતી.

તે સાથે આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું તેમજ રમત - ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થીનીનુ પણ અન્યોને પ્રેરણા દાયક બની રહે તે માટે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થી બહેનોને પોષણ કીટ, તેમજ કિશોરીઓને માતૃ શક્તિનું કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ, દાહોદના ચેરમેનસુશ્રી સુશીલાબેન બારીયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ યોજવામાં આવ્યો તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ પારગી, સી ડી પી ઓ સુશ્રી દિવ્યાબેન પંજાબી સહિત અન્ય ૧૮૧ અભયમ ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર ટીમ, તેડાગર અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.    

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું