દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

સેવા સેતુ કાર્યક્રમ - દાહોદ- ૨૦૨૪

 


સેવા સેતુ કાર્યક્રમ - દાહોદ- ૨૦૨૪

૦૦૦

*પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દેવગઢ બારીયા તાલુકાના બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ૧૦ મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો*

૦૦૦

*આજનો અવસર એળે ન જાય એ માટેના પ્રયાસો કરીને આવેલ તમામ લાભાર્થીઓને લાભ મળી રહેશે અને અવિરતપણે આ વિકાસયાત્રા જરુરીયાતમંદ લોકો માટે ચાલતી રહેશે-મંત્રીશ્રી બચુભાઇ ખાબડ*

૦૦૦

દાહોદ : રાજ્યભરમાં ૧૭ મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિતે મહત્વના અભિયાનો સેવા સેતુ કાર્યક્રમની સાથે સ્વચ્છતા હી સેવાનો આજથી શુભારંભ થઇ રહ્યો છે, જે ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કર્યો છે અને લોકોને ઘર આંગણે સરળતાથી સેવા પ્રદાન કરવા માટે સેવા સેતુનો ૧૦ મો તબક્કો પ્રારંભ કરવામા આવ્યો છે. સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનને પણ એ સાથે વેગ આપવામા આવી રહ્યો છે. 


દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પુર્ણ કરવા તેમજ લોકહિતને ધ્યાને રાખી પારદર્શી પ્રશાસન માટે ૧૦ મા તબક્કાનો  સેવા સેતુ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. 


આજનો અવસર એળે ન જાય એ માટેના પ્રયાસો કરીને આવેલ તમામ લાભાર્થીઓને લાભ મળી રહેશે અને અવિરતપણે આ વિકાસયાત્રા જરુરીયાતમંદ લોકો માટે ચાલતી રહેશે એમ કહેતા મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ ઉમેર્યુ હતુ કે, લોકોના પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ આવે તે હેતુથી સરકારે ઘર આંગણે લાભ મળી રહે એ માટેની વ્યવસ્થા કરી આપી છે. લાભાર્થીઓ પુરતી વિગતો ને પુરાવા લઇને આવે અને આ સેવાનો પુરો લાભ લે જેથી કરીને કોઇપણ વ્યક્તિ સરકારની કોઇ યોજના મેળવવામા રહી ન જાય. 


આ કાર્યક્રમ નિમિતે દેવગઢ બારીયા તાલુકાના ૪૩ જેટલા ગામોમાથી આવેલ તમામ લાભાર્થીઓને સરકારના ૧૩ વિભાગોમાથી સરકાર દ્વારા નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ આપવામા આવશે. 


આ કાર્યક્રમ નિમિતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અરવિંદાબેન,પ્રાંત અધિકારીસુશ્રી જ્યોતિબા ગોહિલ,  તાલુકા પંચાયત પ્રમુખ, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી, મામલતદારશ્રી સમીર પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, આંગણવાડી બહેનો તેમજ અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નશામુક્તિ માટેની પ્રતિજ્ઞા લઇને મંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોએ ત્યા ઉભા કરવામા આવેલ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઇને લાભાર્થીઓને લાભ આપવાની શરુઆત કરવામા આવી હતી.

૦૦૦








Comments

Popular posts from this blog

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...