દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

સ્વચ્છતા અભિયાન :- દાહોદ જિલ્લો

 

સ્વચ્છતા અભિયાન :- દાહોદ


દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતે થી સ્વચ્છતા કરી 'સ્વચ્છતા હી સેવા અભિયાન' નો જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ પ્રારંભ કરાવ્યો*"

૦૦ 

'સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા'  અને દેશનો ખૂણે ખૂણો આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે:- કલેકટર શ્રી યોગેશ નિરગુડે

૦૦ 

દાહોદ:- રાજ્યભરમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪  અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં ૧૭  સપ્ટેમ્બર થી શરૂ થતા 'સ્વચ્છતા હી સેવા અભિયાન' ૩૧ સપ્ટેમ્બર સુધી ચાલશે. હાલમાં દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતેથી.જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે તેમજ પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સહિત ગ્રામજનો એ  સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. 

જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ  સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે, આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ 'સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવી ' છે. દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે. દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા, અભિગમ કેળવશે, તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે. સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓને સ્વચ્છતા યોધ્ધા ગણાવી કલેકટરશ્રી સફાઈ કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે શ્રી પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા  રાજપુત , મામલતદાર શ્રી મનોજ મિશ્રા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સહિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિત ગ્રામજનો જોડાયા હતા. 

૦૦૦



Comments

Popular posts from this blog

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...