દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા. 

એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા


Comments

Popular posts from this blog

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...