માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

" એક પેડ મા કે નામ - દાહોદ - ૨૦૨૪ "
દેવગઢ બારિયાના બામરોલી પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ " એક પેડ મા કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ
૦૦૦
દાહોદ જિલ્લામા સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ એમ ત્રણ અભિયાનનો એક સાથે થયેલો પ્રારંભ
૦૦૦
દાહોદ જિલ્લામા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ માટે મંત્રીશ્રી દ્વારા કરાયો અનુરોધ
દાહોદ : ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન તેમજ એક પેડ માં કે નામ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવગઢ બારિયાના બામરોલી પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ સેવા સેતુ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહી અન્ય મહાનુભાવો સહિત " એક પેડ માં કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ હતુ.
આપણું ગામ અને જિલ્લો હરિયાળો બને એવો પ્રયાસ આપણે કરીએ એમ કહેતા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત છે. ઓક્સિજનની જરુરિયાત, પર્યાવરણની સમતુલા, પ્રદૂષણ નિવારણ તેમજ પાણીની થતી અછતને નિવારવા " એક પેડ મા કે નામ " અભિયાનને સાકાર કરવાની જરુર છે, આપણને જન્મ આપનારી મા માટે આપણે એક વૃક્ષ તો વાવી ને એનુ જતન કરી શકીએ છીએ. જે આવનાર પેઢી માટે પણ ઉપયોગી સાબિત થશે.
આમ, પ્રકૃતિનું સંવર્ધન અને વૃક્ષ ઉછેરના અભિયાનને સામાજીક વનીકરણ વિભાગે ખરા અર્થમાં સાકાર કર્યું હતું જેને બિરદાવતા મંત્રીશ્રીએ બચુભાઇ ખાબડએ કાર્યક્રમમા ઉપસ્થિત સૌ કોઇને વધુમાં વધુ વૃક્ષો વાવીને પ્રધાનમંત્રીશ્રી નરેંદ્રભાઇ મોદી દ્વારા આરઁભાયેલા " એક પેડ મા કે નામ " અભિયાનને સાકાર કરવાના સંકલ્પ સાથે સૌને સામૂહિક અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી.
આ દરમ્યાન જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અરવિંદાબેન, પ્રાંત અધિકારીસુશ્રી જ્યોતિબા ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી, મામલતદારશ્રી સમીર પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
Comments
Post a Comment