Posts

Showing posts from October, 2024

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
  વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર...

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓએ દાહોદમાં વિવિધ ગામોમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું

Image
  પ્રાકૃતિક ખેતી - દાહોદ ૦૦૦ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓએ દાહોદમાં વિવિધ ગામોમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું ૦૦૦ પ્રકૃતિને બચાવતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી વધુ યોગ્ય/કેમિકલયુક્ત ખાતર અને દવાઓના છંટકાવ પર રોક લગાવવી અનિવાર્ય ૦૦૦ ખેતીવાડી, બાગાયતી વિભાગ તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને અપાતું પ્રાધાન્ય ૦૦૦ દાહોદ : ખેતી એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે. ભારતમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ખેતીના કારણે મબલખ અનાજ ઉત્પાદન થતા ખેતીની બાબતમાં ખેડૂતો આત્મનિર્ભર બન્યા તો ખરા પરંતુ ખેડૂતોએ પાકનું વાવેતર વધારવા માટે રાસાયણિક ખાતર અને બિયારણનો ઉપયોગ કરતાં જમીનની ફળદ્રુપતા ઘટી, પાકની ગુણવતા ઘટી, આર્થિક જાવક વધુને આવક ઘટી, અળસીયાનો નાશ થયો, પાકનો સ્વાદ છીનવાઈ ગયો એ સાથે મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ આ બાબત ગંભીર જણાતા કુદરતી ખેતી તરફ ફરીથી પ્રયાણ કરવું જરૂરી બન્યું.  રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને કારણે ભૂમિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વધ્યું સાથે સાથે લોકોના સ્વાસ્થ્યને પણ ભારે નુકશાન થઈ રહ્યું છે. કેન્સર, ટી.બી. જેવા જીવલેણ રોગો અકાળે થઇ રહ્યા છ...

પ્રાકૃતિક કૃષિ અને મિલેટ પાકો વિશે માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સન્માન કાર્યક્રમ યોજાયો

Image
  પ્રાકૃતિક ખેતી-દાહોદ ૦૦૦ પ્રાકૃતિક કૃષિ અને મિલેટ પાકો વિશે માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સન્માન કાર્યક્રમ યોજાયો ૦૦૦ સંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું ૦૦૦ કુદરતી ખેતીને ત્યાગીને ખેડૂતોએ રાસાયણિક ખેતી અપનાવી ત્યારથી શરીરમાં ઘણા રોગોએ ઘર કર્યું છે.-સંસદશ્રી જશવંતસિંહ ભાભોર ૦૦૦ દાહોદ : સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રસાયણ મુક્ત ખેતી છોડી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિશેષ તાલીમ અને અન્ય સહાય કરવામાં આવી રહી છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તમામ ખેડૂતો સીધા વપરાશકર્તા સુધી પહોંચે અને પોતાની વસ્તુઓના વેચાણ સાથે આત્મનિર્ભર બનવા તરફ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતો પ્રોત્સાહિત થઇ રહયા છે.  સીંગવડ ખાતે સાંસદશ્રી જશવંત સિંહ ભાભોરની ઉપસ્થિતિ હેઠળ પ્રાકૃતિક ખેતી અંતર્ગત કૃષિ મેળો - વ - પરિસંવાદ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ધી રંધિકપુર વિભાગ મોટા કદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. ના તમામ સ...

Dahod news : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજાઈ

Image
 Dahod news : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજાઈ પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતીમાં સમય, મહેનત અને કાળજીની જરૂર છે દાહોદ : દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તાલીમ સહિત પ્રેરણા પ્રવાસ તેમજ તાલીમો યોજવામા આવી રહી છે, જેમા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા વિવિધ ફાયદાઓ અંગેની ચર્ચા - વિચારણા સહિત પ્રેક્ટિકલ પણ કરવામાં આવે છે. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજવામાં આવી હતી. તાલીમ દરમ્યાન રવિ ઋતુ સમયે પ્રાકૃતિક કૃષિ અંગેની ખેડૂતોને તાલીમ મળી રહે તે માટે જિલ્લાના વિસ્તરણ કાર્યકરોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. એ નિમિતે આઇ ખેડૂત પોર્ટલમાં તાલીમનું રિપોર્ટિંગ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને કુદરતી ખાતર પાક, જમીન અને મનુષ્ય માટે કઈ રીતે લાભદાયી નીવડે છે એ બાબતે વિસ્તાર પૂર્વક ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.  ૦૦૦

દાહોદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

Image
દાહોદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો ૦૦  દાહોદમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણસિંહ* *ડામોર કલેક્ટર શ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકરી શ્રી ઉત્સવ* *ગૌતમ અને પોલીસ અધિક્ષકશ્રી ડો.રાજદીપસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ૦૦  દાહોદ:- સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, દાહોદ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર,કલેક્ટરશ્રી યોગેશ નીરગુડે,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રાજદીપસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  આ દોડ સરદાર પટેલ સ્ટેડિયમથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીથી સર્કિટ હાઉસ થી સરસ્વતી સર્કલ ભગીની સમાજ થઈ તાલુકા પંચાયત થઈને સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી હતી. સરકારી અધિકારીશ્રીઓ/કર્મચારીશ્ર...

Dahod: દાહોદ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ લોકાર્પણ કર્યું.

Image
 Dahod: દાહોદ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ લોકાર્પણ કર્યું. દાહોદ:- રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લાને ફાળવવામાં આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સને જિલ્લા સેવા સદન  ખાતેથી જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ દાહોદ જિલ્લાને ફાળવેલ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  આઇ.સી.યુ. ઓન વ્હિલ્સ દાહોદ જિલ્લા માટે ફાળવવામાં આવી છે. જેથી કરીને દર્દીઓની સવલતમાં વધારો થશે. દર્દીઓની સારવાર તેમજ આરોગ્ય લક્ષી સેવા પુરી પાડવા માટેના ઉદ્દાત ભાવથી ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લા માટે એક આઇ.સી.યુ. ઓન વ્હિલ્સ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિમીટર, ઓક્સીજન ફ્લોમીટર, તમામ વાઈટલ કિટ અને મેડિસિન, એર-વે મેનેજમેન્ટ, સેન્સર કેમેરા, ચાર પ્રકારના સ્ટ્રેચર જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ આઇ.સી.યુ. વ્હિલ્સ અને એવી જ અદ્યતન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી હતી.  કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત સહિત અન્ય ડો. શ્રીઓ,...

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ' રન ફોરદાહોદ : યુનિટી ' હેઠળ બેઠક યોજાઈ

Image
  દાહોદ: જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ' રન ફોર યુનિટી ' હેઠળ બેઠક યોજાઈ ૦૦૦ સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ' રન ફોર યુનિટી ' ની વ્યવસ્થા અંગે સમીક્ષા કરાઈ ૦૦૦ દાહોદ : દાહોદમાં જિલ્લા કક્ષાના " રન ફોર યુનિટી " નું આયોજન આવતી કાલે તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે સરદાર પટેલ સ્ટેડિયમ, સીટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદથી યોજવામાં આવશે.  ' રન ફોર યુનિટી ' નું પ્રસ્થાન સીટી ગ્રાઉન્ડથી પ્રારંભ થઈને વિશ્રામગૃહ, સરસ્વતી સર્કલ, ભગીની સર્કલ, તાલુકા પંચાયત સર્કલ થઈને સીટી ગ્રાઉન્ડ આવીને સમાપન થશે. દાહોદ જિલ્લામાં યોજાનાર ' રન ફોર યુનિટી ' ના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ સહિત બેઠક યોજવામાં આવી હતી.  કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ' રન ફોર યુનિટી ' ના આયોજન - વ્યવસ્થા અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાથે તમામ અધિકારીશ્રીઓને સંબોધતા કહ્યું હતું કે, વધુમાં વધુ નાગરિકો, અધિકારીશ્રીઓ તેમજ શિક્ષક મિત્રો આ દોડમાં ભાગ લે તે ઈચ્છનીય છે. ...

Dahod: સરદાર પટેલ સ્ટેડિયમ દાહોદ ખાતે જિલ્લા ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાઇ.

Image
 Dahod: સરદાર પટેલ સ્ટેડિયમ દાહોદ ખાતે જિલ્લા ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાઇ. ક્રિકેટ મેચમાં જેમ ટીમ વર્ક જરૂરી છે તેમ કચેરી કામમાં પણ ટીમ વર્ક   મહત્વનું છે કલેકટર શ્રી યોગેશ નીરગુડે દાહોદ:-દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ સિટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.   કલેકટર શ્રી યોગેશ નીરગુડેએ પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી તથા તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભેચ્છા પાઠવી હતી. કલેકટર શ્રી યોગેશ નીરગુડેએ આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અને ઉમદા રમત પ્રદર્શન બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. તેઓએ આ પ્રકારની સ્પર્ધાઓ મહત્વની તેમજ પ્રોત્સાહક હોવાનું જણાવતાં કહ્યું હતું કે, જેવી રીતે ક્રિકેટ મેચમાં ટીમ વર્ક મહત્વનું હોય છે, તેવી જ રીતે કચેરીઓની કામગીરી પણ ટીમવર્ક થકી કરવામાં આવે તે મહત્વનું છે. ક્રિકેટ ટુર્નામેન્ટ સમારોહમાં નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, જિલ્લા રમત ગમત અધિકા...

દાહોદ જિલ્લાની સરકારી શાળાઓ - કોલેજોમાં નિસ્વાર્થ ભાવે સાચા અર્થમાં શિક્ષણ આપી સેવા કાર્ય કરતી તમાકુ મુક્ત અભિયાન ટીમ

Image
           તમાકુ મુક્ત અભિયાન - ૨. ૦ – દાહોદ ૦૦૦ બાળકોને નિર્વ્યસની બનાવવા માતા-પિતાએ પોતાનાથી પહેલ કરવી જોઇએ-ગોપાલભાઈ શર્મા ૦૦૦ દાહોદ જિલ્લાની સરકારી શાળાઓ - કોલેજોમાં નિસ્વાર્થ ભાવે સાચા અર્થમાં શિક્ષણ આપી સેવા કાર્ય કરતી તમાકુ મુક્ત અભિયાન ટીમ ૦૦૦ વ્યસન આપણને નથી છોડતું આપણે જ એને છોડવું પડશે.- પ્રાચાર્યશ્રી શર્મા ૦૦૦ દાહોદ : ભારત સરકારશ્રી દ્વારા હાલ તમાકુ મુક્ત અભિયાન અંતર્ગત એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ થી ૨૩ નવેમ્બર ૨૦૨૪ સુધી તમાકુ મુક્ત યુવા અભિયાન ૨. ૦ ના ભાગરૂપે અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ અનેકવિધ કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે. દાહોદ જિલ્લામા તમાકુ મુક્ત યુવા અભિયાન ૨. ૦ ની જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે દાહોદમાં અત્યારે આ અભિયાન અતિ વેગમાં ચાલી રહ્યુ છે. સમગ્ર જિલ્લામાં જાગૃતિલક્ષી કાર્યક્રમ સહિત શાળાઓમાં રેલી કરવી, તમાકુ વિરોધી પેમ્પલેટ્સ તેમજ પત્રિકા વિતરણ કરી કાર્યક્રમો યોજવામાં આવી...

Dahod : પ્રગતિશીલ ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો

Image
  પ્રાકૃતિક ખેતી ૦૦૦ Dahod : પ્રગતિશીલ ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો ૦૦૦ કુદરતી ખેતી પાછળ થોડો સમય, મહેનત અને કાળજી ખેડૂતને સફળતા તરફ લઇ જાય છે ૦૦૦ દાહોદ : દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પ્રેરણા પ્રવાસ અંતર્ગત દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તાલીમ સહિત પ્રેરણા પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે, જે દરમ્યાન અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા વિવિધ ફાયદાઓ અંગેની ચર્ચા - વિચારણા સહિત પ્રેક્ટિકલ પણ કરવામાં આવ્યું હતું.  પ્રેરણા પ્રવાસ દરમ્યાન ખેડૂતોને કુદરતી ખાતર બનાવવાની પદ્ધતિ, તેનો ઉપયોગ કરવાની રીત ઉપરાંત કુદરતી ખાતર બનાવવા માટે શેની જરૂર પડે એ વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ અન્ય ખેડૂતો સમક્ષ મૂકીને પોતાને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી કઈ કઈ પ્રકારે ફાયદા થયા તે જણાવવામાં આવ્યું હતું.  પ્રાકૃતિક ખેતીને અપનાવવી શા માટે ફાયદાકારક છે, તેનાથી થતા ફાયદાઓ ઉપરાંત રાસાયણિક ખાતર થકી થતા નુકસાન અંગે પણ વિચારણા કરીને તેઓને સમજાવવામાં આવ્યું હતું. એક ખેડૂત માટે જમીન, પાક અને આવક મહત્વની હોય છે, જો જમીન ફળદ્રુપ હશે, તો...

શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ..

 શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... #SchoolTour #NewRule #EducationDepartment #Gujarat #SOP #SchoolTourSOP #GujaratGovernment pic.twitter.com/enND3FCRAC — Gujarat Information (@InfoGujarat) October 24, 2024

દાહોદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરાળા ખાતે સગર્ભા માતાઓ - બહેનો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો.

Image
 દાહોદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરાળા ખાતે સગર્ભા માતાઓ - બહેનો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો. દાહોદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. ભગીરથ બામણીયાના દિશા દર્શન મુજબ સગર્ભા માતાઓ - બહેનો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. ભગીરથ બામણીયાના દિશા દર્શન મુજબ સગર્ભા માતાઓ - બહેનો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો @CollectorDahod @InfoGujarat pic.twitter.com/UB6bYIX2Oz — info dahod GoG (@infodahodgog) October 24, 2024

દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડબલારાના મેદાનમાં યોગ અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઈ

Image
 કરો યોગ - રહો નિરોગ, યોગમય ગુજરાત - સ્વચ્છ ગુજરાત ૦૦૦ દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડબલારાના મેદાનમાં યોગ અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઈ દાહોદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન અને પ્રેરણા સ્ત્રોત એવા ચેરમેન અને યોગ સેવકશ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ ઝોન નંબર ત્રણ પંચમહાલના ઝોનના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાનની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડબલારાના મેદાનમાં ધ્યાન અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિર નિમિતે પિન્કીબેનએ ધ્યાન અને યોગ નિંદ્રાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. એ સાથે ૪૫ થી પણ વધુ સંખ્યામાં ભાઇઓ - બહેનો યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયા હતા. ડબલારા ગામના ગ્રામ પંચાયત સરપંચશ્રી એમ.ડી.બારીઆ અને પંચાયત સભ્યએ પણ યોગ ટ્રેનરની તાલીમ લેવા પહેલ કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા. ખરેખર છેવાડાના ગામડાઓ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ પહોંચીને લોકોનાં સ્વાસ્થ્ય અંગે માહિતી આપીને એક સેવા કાર્ય કરી રહી છે....