માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

કરો યોગ - રહો નિરોગ, યોગમય ગુજરાત - સ્વચ્છ ગુજરાત
૦૦૦
દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડબલારાના મેદાનમાં યોગ અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઈ
દાહોદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન અને પ્રેરણા સ્ત્રોત એવા ચેરમેન અને યોગ સેવકશ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ ઝોન નંબર ત્રણ પંચમહાલના ઝોનના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાનની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડબલારાના મેદાનમાં ધ્યાન અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજવામાં આવી હતી.
આ શિબિર નિમિતે પિન્કીબેનએ ધ્યાન અને યોગ નિંદ્રાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. એ સાથે ૪૫ થી પણ વધુ સંખ્યામાં ભાઇઓ - બહેનો યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયા હતા.
ડબલારા ગામના ગ્રામ પંચાયત સરપંચશ્રી એમ.ડી.બારીઆ અને પંચાયત સભ્યએ પણ યોગ ટ્રેનરની તાલીમ લેવા પહેલ કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા. ખરેખર છેવાડાના ગામડાઓ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ પહોંચીને લોકોનાં સ્વાસ્થ્ય અંગે માહિતી આપીને એક સેવા કાર્ય કરી રહી છે.
આ શિબિર દરમ્યાન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના આચાર્યશ્રી, ડબલારા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શાળા સ્ટાફ, વિદ્યાર્થિનીઓ, મોટી ઢઢેલી, ડબલારા, મોટા નટવા વગેરે ગામોમાથી ગામના વડીલ આગેવાનો, યોગ કોચ ભાઇ-બહેનો, યોગ ટ્રેનર ભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
Comments
Post a Comment