માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod: સરદાર પટેલ સ્ટેડિયમ દાહોદ ખાતે જિલ્લા ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાઇ.
ક્રિકેટ મેચમાં જેમ ટીમ વર્ક જરૂરી છે તેમ કચેરી કામમાં પણ ટીમ વર્ક મહત્વનું છે કલેકટર શ્રી યોગેશ નીરગુડે
દાહોદ:-દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ સિટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
કલેકટર શ્રી યોગેશ નીરગુડેએ પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી તથા તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભેચ્છા પાઠવી હતી.
કલેકટર શ્રી યોગેશ નીરગુડેએ આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અને ઉમદા રમત પ્રદર્શન બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. તેઓએ આ પ્રકારની સ્પર્ધાઓ મહત્વની તેમજ પ્રોત્સાહક હોવાનું જણાવતાં કહ્યું હતું કે, જેવી રીતે ક્રિકેટ મેચમાં ટીમ વર્ક મહત્વનું હોય છે, તેવી જ રીતે કચેરીઓની કામગીરી પણ ટીમવર્ક થકી કરવામાં આવે તે મહત્વનું છે.
ક્રિકેટ ટુર્નામેન્ટ સમારોહમાં નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી સહિતના અન્ય અધિકારીશ્રીઓ, રમતવીરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment