માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod news : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજાઈ
પ્રાકૃતિક ખેતી
કુદરતી ખેતીમાં સમય, મહેનત અને કાળજીની જરૂર છે
દાહોદ : દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તાલીમ સહિત પ્રેરણા પ્રવાસ તેમજ તાલીમો યોજવામા આવી રહી છે, જેમા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા વિવિધ ફાયદાઓ અંગેની ચર્ચા - વિચારણા સહિત પ્રેક્ટિકલ પણ કરવામાં આવે છે.
જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજવામાં આવી હતી. તાલીમ દરમ્યાન રવિ ઋતુ સમયે પ્રાકૃતિક કૃષિ અંગેની ખેડૂતોને તાલીમ મળી રહે તે માટે જિલ્લાના વિસ્તરણ કાર્યકરોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.
એ નિમિતે આઇ ખેડૂત પોર્ટલમાં તાલીમનું રિપોર્ટિંગ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને કુદરતી ખાતર પાક, જમીન અને મનુષ્ય માટે કઈ રીતે લાભદાયી નીવડે છે એ બાબતે વિસ્તાર પૂર્વક ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.
૦૦૦
Comments
Post a Comment