માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દાહોદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

દાહોદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
૦૦ 
દાહોદમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણસિંહ* *ડામોર કલેક્ટર શ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકરી શ્રી ઉત્સવ* *ગૌતમ અને પોલીસ અધિક્ષકશ્રી ડો.રાજદીપસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
૦૦ 
દાહોદ:- સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, દાહોદ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર,કલેક્ટરશ્રી યોગેશ નીરગુડે,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રાજદીપસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
 આ દોડ સરદાર પટેલ સ્ટેડિયમથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીથી સર્કિટ હાઉસ થી સરસ્વતી સર્કલ ભગીની સમાજ થઈ તાલુકા પંચાયત થઈને સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી હતી. સરકારી અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, તેમજ જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.એમ.પટેલ, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત,મામલતદાર શ્રી,પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોએ દોડમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.
૦૦૦૦









Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું