માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ' રન ફોરદાહોદ : યુનિટી ' હેઠળ બેઠક યોજાઈ

 

દાહોદ: જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ' રન ફોર યુનિટી ' હેઠળ બેઠક યોજાઈ

૦૦૦

સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ' રન ફોર યુનિટી ' ની વ્યવસ્થા અંગે સમીક્ષા કરાઈ

૦૦૦

દાહોદ : દાહોદમાં જિલ્લા કક્ષાના " રન ફોર યુનિટી " નું આયોજન આવતી કાલે તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે સરદાર પટેલ સ્ટેડિયમ, સીટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદથી યોજવામાં આવશે. 

' રન ફોર યુનિટી ' નું પ્રસ્થાન સીટી ગ્રાઉન્ડથી પ્રારંભ થઈને વિશ્રામગૃહ, સરસ્વતી સર્કલ, ભગીની સર્કલ, તાલુકા પંચાયત સર્કલ થઈને સીટી ગ્રાઉન્ડ આવીને સમાપન થશે.

દાહોદ જિલ્લામાં યોજાનાર ' રન ફોર યુનિટી ' ના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ સહિત બેઠક યોજવામાં આવી હતી. 

કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ' રન ફોર યુનિટી ' ના આયોજન - વ્યવસ્થા અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાથે તમામ અધિકારીશ્રીઓને સંબોધતા કહ્યું હતું કે, વધુમાં વધુ નાગરિકો, અધિકારીશ્રીઓ તેમજ શિક્ષક મિત્રો આ દોડમાં ભાગ લે તે ઈચ્છનીય છે. ' રન ફોર યુનિટી ' દરમ્યાન આરોગ્યની ટીમને સજ્જ રહેવા સાથે પોલીસ વિભાગ, એન. એસ. એસ., એન. સી. સી. કેડેટ્સને પણ ભાગ લેવા જણાવાયું હતું.


આ બેઠક દરમ્યાન અધિક નિવાસી કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલાએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી હતી. ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, પ્રાંત અધિકારીસુશ્રી જ્યોતિબા ગોહિલ, મામલતદારશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી યશપાલસિંહ વાઘેલા તેમજ સંબંધિત તમામ અધિકારીશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

૦૦૦

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું