માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

પ્રાકૃતિક ખેતી
૦૦૦
Dahod : પ્રગતિશીલ ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો
૦૦૦
કુદરતી ખેતી પાછળ થોડો સમય, મહેનત અને કાળજી ખેડૂતને સફળતા તરફ લઇ જાય છે
૦૦૦
દાહોદ : દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પ્રેરણા પ્રવાસ અંતર્ગત દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તાલીમ સહિત પ્રેરણા પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે, જે દરમ્યાન અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા વિવિધ ફાયદાઓ અંગેની ચર્ચા - વિચારણા સહિત પ્રેક્ટિકલ પણ કરવામાં આવ્યું હતું.
પ્રેરણા પ્રવાસ દરમ્યાન ખેડૂતોને કુદરતી ખાતર બનાવવાની પદ્ધતિ, તેનો ઉપયોગ કરવાની રીત ઉપરાંત કુદરતી ખાતર બનાવવા માટે શેની જરૂર પડે એ વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ અન્ય ખેડૂતો સમક્ષ મૂકીને પોતાને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી કઈ કઈ પ્રકારે ફાયદા થયા તે જણાવવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીને અપનાવવી શા માટે ફાયદાકારક છે, તેનાથી થતા ફાયદાઓ ઉપરાંત રાસાયણિક ખાતર થકી થતા નુકસાન અંગે પણ વિચારણા કરીને તેઓને સમજાવવામાં આવ્યું હતું. એક ખેડૂત માટે જમીન, પાક અને આવક મહત્વની હોય છે, જો જમીન ફળદ્રુપ હશે, તો પાકના ઉત્પાદન સહિત ગુણવતા સારી હશે. અને જમીન અને પાક બરાબર હશે તો આવક એની મેળે થશે. હા, અહીં પ્રાકૃતિક ખેતી ખેડૂતોની મહેનત માંગી લે છે. થોડો સમય, મહેનત અને કાળજી ખેડૂતને સફળતા તરફ લઇ જાય છે.
૦૦૦
Comments
Post a Comment