Posts

Showing posts from August, 2024

દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો

Image
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો ૦૦૦ હાઈ એલર્ટ દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા ૦૦૦ દાહોદ:- વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમ ઓફરફ્લો થતા આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે છે. આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની યાદીમાં જણાવાયું છે. ૦૦૦ #RainFallinGujarat દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો ૦૦૦ હાઈ એલર્ટ દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ... Posted by Info Dahod GoG on  Tuesday, August 27, 2024 દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમની એક ઝલક #RainFallinGujarat Posted by Info Dahod GoG

સાર્વત્રિક ભારે વરસાદને પગલે દાહોદ જિલ્લાના નદીકાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરતામાનનીય કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ...

Image
સાર્વત્રિક ભારે વરસાદને પગલે દાહોદ જિલ્લાના નદીકાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરતામાનનીય કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ... સાર્વત્રિક ભારે વરસાદને પગલે દાહોદ જિલ્લાના નદીકાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે CMO... Posted by Gujarat Information on  Monday, August 26, 2024

દાહોદ: ભારે વરસાદથી અસરગ્રસ્ત સિંગવડ તાલુકાના ચુંદડી ગામના 23 લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયા...

Image
દાહોદ: ભારે વરસાદથી અસરગ્રસ્ત સિંગવડ તાલુકાના ચુંદડી ગામના 23 લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયા... દાહોદ: ભારે વરસાદથી અસરગ્રસ્ત સિંગવડ તાલુકાના ચુંદડી ગામના 23 લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયા... CMO... Posted by Gujarat Information on  Monday, August 26, 2024

દાહોદ: ભારે વરસાદને કારણે ગરબાડા તાલુકામાં આવેલું પાટાડુંગરી જળાશય ઓવરફ્લો થતાં વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હેઠવાસના દસ ગામોને એલર્ટ કરાયા.

Image
દાહોદ: ભારે વરસાદને કારણે ગરબાડા તાલુકામાં આવેલું પાટાડુંગરી જળાશય ઓવરફ્લો થતાં વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હેઠવાસના દસ ગામોને એલર્ટ કરાયા... દાહોદ: ભારે વરસાદને કારણે ગરબાડા તાલુકામાં આવેલું પાટાડુંગરી જળાશય ઓવરફ્લો થતાં વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે... Posted by Gujarat Information on  Monday, August 26, 2024

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ... Posted by Info Navsari GoG on  Tuesday, August 27, 2024

દાહોદ જિલ્લા વહીવટીતંત્રની અસરકારક કામગીરી...

Image
 દાહોદ જિલ્લા વહીવટીતંત્રની અસરકારક કામગીરી... ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો... દાહોદ જિલ્લા વહીવટીતંત્રની અસરકારક કામગીરી... ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે હટાવી વાહનવ્યવહાર... Posted by Gujarat Information on  Monday, August 26, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                                                      વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વાર

गोल गधा मेला (दाहोद)

 गोल गधा मेला (दाहोद) ● दाहोद जिले के जेसवाड़ा में गोल गधे का मेला लगता है। ● होली-धुलेटी के बाद के दिनों में आयोजित होने वाला यह मेला आदिवासियों की विशिष्ट संस्कृति का वर्णन करता है। ● मेले की बात करें तो एक खेत के बीच में बांस का मंच तैयार किया जाता है और उसके ऊपर लौकी की पोटली बांधी जाती है। आदिवासी युवक इस पोटली को लेने के लिए ऊपर चढ़ने की कोशिश करते हैं. लेकिन नीचे खड़ी महिलाएं उन्हें लाठियों से पीटती हैं और ऊपर चढ़ने से रोकती हैं. और इनमें से जो युवक गुड़ का बर्तन सबसे पहले नीचे उतारता है उसे विजेता माना जाता है. ● दोस्तों पहले के समय में इस युवक को अपनी पसंद की महिला से शादी करने की इजाजत होती थी। लेकिन अब ये प्रथा बंद हो गई है. अब इस मेले का मुख्य महत्व मौज-मस्ती करना है। ● जो युवक गुड़ का बर्तन नीचे लाता है वह सभी को गुड़ बांटता है। और सब लोग आनन्द मनाते हैं। ● इस मेले को गोल गधों के मेले के नाम से जाना जाता है क्योंकि इस मेले में गोल गधों की तरह महिलाएं चिपकी रहती हैं। ● आदिवासी संस्कृति में इस मेले का अमूल्य महत्व माना जाता है।

૭૮માં સ્વાતંત્ર્ય પર્વએ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરાયા

Image
૭૮માં સ્વાતંત્ર્ય પર્વએ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરાયા જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે દાહોદ જિલ્લા માહિતી કચેરીના કર્મનિષ્ઠ ફોટોગ્રાફર જુઝરને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા ૦૦ દાહોદ:- દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે જિલ્લા કક્ષાની ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં દાહોદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓને મંત્રી શ્રી અને મહાનુભાવો હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિશિષ્ટ વ્યક્તિઓમાં જિલ્લા માહિતી કચેરી દાહોદના કર્મનિષ્ઠ ફોટોગ્રાફર જુઝર.જે.ઝાબુઆવાલાનું પણ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના વરદહસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ફોટોગ્રાફર જુઝરભાઈ.જે.ઝાબુઆવાલા એ લોકસભા સામન્ય ચુંટણી ૨૦૨૪ માં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ખુબજ સરસ કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં, રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રીઓ

દાહોદમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે તાલુકાકક્ષાના ૭૫માં વન મહોત્સવ ઉજવાયો

Image
દાહોદમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે તાલુકાકક્ષાના ૭૫માં વન મહોત્સવ ઉજવાયો મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું ૦૦ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે એક છોડ આપીને એક પેડ માં કે નામ અભિયાનને વેગ વનતું કરવામાં આવ્યું ૦૦ મંત્રી શ્રીના હસ્તે પવિત્ર ઉપવનનું લોકાર્પણ કરવામાં આવ્યું ૦૦ દાહોદ:દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ના મોટકેલિયા ગામે અને ધાનપુર તાલુકાના નાકટી ગામે તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રીશ્રી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી.તે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ સાથે જવાબદારીનો પ્રતિબિંબ છે. વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના સરકારનાં અભિયાનમાં સહભાગ

દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

Image
 દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમે  બહાદુર સૈનિક ભાઈઓ માટે આ વખતે  રાખડી મોકલીને  જવાન ભાઈઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. દાહોદ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ દેવગઢ બારિયાના સી.ડી.પી.ઓ સુશ્રી એમી જોસેફના માર્ગદર્શન હેઠળ દેવગઢબારિયા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાંથી કેન્દ્ર દીઠ એક રાખડી એમ ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલવામાં આવી છે.           આઇસીડીએસ દેવગઢ બારિયા ઘટક-૧-૨-૩ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે,પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે ૧૭ સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કેન્દ્રદીઠ એક રાખડી  કુલ

દાહોદ જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૦૫૬ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

Image
 *ર-રક્ષા કરજે વીરા તારી બહેનની*  *ક્ષા- ક્ષમા કરજે વીરા તારી બહેનને*  *બં-બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને* *ધ-ધ્યાન રાખજે વીરા તારી બહેનને* *ન-ન ભુલજે વીરા તારી બહેનને*. ૦૦  *આ રક્ષાની દોરી  આ ફક્ત દોરી નથી આ તો બહેનનો ભાઈ ને અને ભાઈ નો બહેનને હદય થી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે* દાહોદ જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૦૫૬  રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ દાહોદ:- દાહોદ જિલ્લામાં સંકલિતબાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી બહેનો દ્વારા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાંથી કાર્યકરો દ્વારા કેન્દ્ર દીઠ એક રાખડી આમ કુલ  ૩૦૫૬ રાખડીઓ મોકલવામાં આવી છે.   દાહોદ જિલ્લાના કુલ ૨૧ ઘટકોની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે. ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે,પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે. અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ રાખડી સ્વરૂપ

દેવગઢ બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ૧૫ મી ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ

Image
સ્વાતંત્ર્ય દિવસ - ૨૦૨૪ - દાહોદ  દેવગઢ બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ૧૫ મી ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ છેલ્લાં ૧૦ વર્ષોમાં સરકારશ્રીએ ૪ કરોડ ૨૧ લાખ જેટલાં આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપ્યા છે. આમ, વ્યક્તિગત અને સામુહિક યોજનાઓના લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચતા કર્યા છે. આપણા દેશની માટીના કણ-કણમાં શૂરવીરતા અને સાહસોની ગાથા વણાયેલી છે. દેશવાસીઓ માટે પોતાનું હસતા - હસતા બલિદાન આપી શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો આ દિવસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટ્ટી - મેરા દેશ, હર ઘર તિરંગા તેમજ વન મહોત્સવ જેવા રાષ્ટ્રીય અભિયાન થકી દેશને જોડવાનું એક કરવાનું કાર્ય કર્યું છે.- મંત્રીશ્રી બચુભાઈ ખાબડ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ આદિવાસી ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતાં સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત દાહોદ : ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એ દિવસે એક મોટા

ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ...

 ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ...  ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ... #gujaratinformation #GOGConnect #mahitigujarat... Posted by  Gujarat Information  on  Tuesday, August 13, 2024

લીમખેડા ખાતે રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ.

Image
 લીમખેડા ખાતે રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ *આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા સરકાર કટિબધ્ધ નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઇ સોલંકી* રાજ્યના છેવાડે આવેલા અને બાહુલ આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી જિલ્લા એવા દાહોદ જિલ્લામાં આજે રંગે ચંગે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. લીમખેડા ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઇ સોલંકીની અધ્યક્ષતામાં સમારંભ યોજવામાં આવ્યો હતો.   વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ૯ મી ઓગષ્ટના દિવસે "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયા હતા અને આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઇ સોલંકી

હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લો

Image
 હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લો  દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ માં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો દાહોદ:-રાજ્યમાં શરૂ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ,ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ દાહોદમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. આ અભિયાન વધુ વેગવંતુ બને અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશયથી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ,ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કીશોરી,ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર,જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલા,નગર પાલિકા પ્રમુખ શ્રી નિરજ દેસાઈ સહિતના અધિકારીશ્રીઓએ દાહોદ તાલુકામાં વાહનચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી. દેશના સ્વાભિમાન કહી શકાય તેવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન

ઝાલોદમાં આંગણવાડીના ભૂલકાંઓએ તિરંગા યાત્રા યોજી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા

Image
 હર ઘર તિરંગા ઝાલોદમાં આંગણવાડીના ભૂલકાંઓએ તિરંગા યાત્રા યોજી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા દાહોદ : સમગ્ર રાજ્ય આજે હર ઘર તિરંગાના રંગે રંગાઈને આવનાર ૧૫ મી ઓગસ્ટની તૈયારી કરી રહ્યું છે ત્યારે આપણું દાહોદ પણ તેમાં પાછું પડ્યું નથી. અને તેમાંય વાત જો નાનકડાં ભૂલકાઓની આવે ત્યારે એમ થાય કે જો આ નાનકડાં ભૂલકાઓ કે જેઓ હજી શાળાના પગથિયાં માંડ ચડતા થયા છે તેઓ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાની ભાગીદારી આપતાં હોય તો પછી આપણે કેમ નહીં..! દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની અલગ અલગ આંગણવાડીના નાના- નાના ભૂલકાંઓએ રાષ્ટ્રધ્વજને હાથમાં લઈ ગામમાં તિરંગા યાત્રા યોજી ગામલોકોને પણ આ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી. હર ઘર તિરંગા ઝાલોદમાં આંગણવાડીના ભૂલકાંઓએ તિરંગા યાત્રા યોજી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા દાહોદ : સમગ્ર રાજ્ય આજે... Posted by Info Dahod GoG on  Saturday, August 10, 2024