માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

૭૮માં સ્વાતંત્ર્ય પર્વએ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરાયા

૭૮માં સ્વાતંત્ર્ય પર્વએ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરાયા
જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે દાહોદ જિલ્લા માહિતી કચેરીના કર્મનિષ્ઠ ફોટોગ્રાફર જુઝરને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા ૦૦ દાહોદ:- દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે જિલ્લા કક્ષાની ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં દાહોદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓને મંત્રી શ્રી અને મહાનુભાવો હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિશિષ્ટ વ્યક્તિઓમાં જિલ્લા માહિતી કચેરી દાહોદના કર્મનિષ્ઠ ફોટોગ્રાફર જુઝર.જે.ઝાબુઆવાલાનું પણ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના વરદહસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ફોટોગ્રાફર જુઝરભાઈ.જે.ઝાબુઆવાલા એ લોકસભા સામન્ય ચુંટણી ૨૦૨૪ માં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ખુબજ સરસ કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં, રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રીઓના જિલ્લામાં તેમજ જિલ્લા બહાર અન્ય જિલ્લાઓમાં યોજાતા કાર્યક્રમોમાં ફોટોગ્રાફી, વિડિયોગ્રાફીની વિશિષ્ઠ કામગીરી નિષ્ઠા પૂર્વક બજાવી છે. વધુમાં તેમણે કરેલી ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફીની ઉમદા કામગીરી બદલ જિલ્લા પ્રશાસન દ્વારા તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

૭૮ માં સ્વાતંત્ર્ય પર્વએ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરાયા ૦૦ જિલ્લા...

Posted by Info Dahod GoG on Saturday, August 17, 2024

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું