દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

 દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમે  બહાદુર સૈનિક ભાઈઓ માટે આ વખતે  રાખડી મોકલીને  જવાન ભાઈઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

દાહોદ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ દેવગઢ બારિયાના સી.ડી.પી.ઓ સુશ્રી એમી જોસેફના માર્ગદર્શન હેઠળ દેવગઢબારિયા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાંથી કેન્દ્ર દીઠ એક રાખડી એમ ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલવામાં આવી છે. 


         આઇસીડીએસ દેવગઢ બારિયા ઘટક-૧-૨-૩ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે,પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે ૧૭ સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કેન્દ્રદીઠ એક રાખડી  કુલ ૩૯૦ રાખડી દેશની રક્ષા કરતા હંમેશા માટે પોતાના પરિવાર અને ભાઈબહેન થી દૂર રહેતા અને દેશની નિઃસ્વાર્થભાવે સેવા કરતા સૈનિક ભાઈઓ માટે મોકલવા માટે મહિલા અને બાળ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર ખાતે કુરિયર દ્વારા મોકલવામાં આવી છે.


           દેશના સિમદાઓની રક્ષા કરતા સૈનિક  ભાઈઓ દિવસ રાત દેશની સેવા કરીને આપણને સુરક્ષિત અને હસતા રહેવા માટે ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. માં ભારતીની રક્ષા કરે છે પ્રભુ તેઓને હજી પણ મા ભારતીની સેવા કરવા માટે તાકાત આપે એવી શુભકામના સાથે સૈનિક ભાઈને અમે નમન કરીએ છીએ. આમ ભારતીય જવાનોને રક્ષાબંધનના શુભ અવસર પર અમારી શુભેચ્છાઓ મોકલી રહ્યા છીએ તમે અમારા ભાઈઓ જેવા છો અને અમને સુરક્ષિત રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ ૦૦ રક્ષાબંધનના તહેવાર...

Posted by Info Dahod GoG on Friday, August 16, 2024

Comments

Popular posts from this blog

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...