દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

દેવગઢ બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ૧૫ મી ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ

સ્વાતંત્ર્ય દિવસ - ૨૦૨૪ - દાહોદ 

દેવગઢ બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ૧૫ મી ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ
છેલ્લાં ૧૦ વર્ષોમાં સરકારશ્રીએ ૪ કરોડ ૨૧ લાખ જેટલાં આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપ્યા છે. આમ, વ્યક્તિગત અને સામુહિક યોજનાઓના લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચતા કર્યા છે. આપણા દેશની માટીના કણ-કણમાં શૂરવીરતા અને સાહસોની ગાથા વણાયેલી છે. દેશવાસીઓ માટે પોતાનું હસતા - હસતા બલિદાન આપી શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો આ દિવસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટ્ટી - મેરા દેશ, હર ઘર તિરંગા તેમજ વન મહોત્સવ જેવા રાષ્ટ્રીય અભિયાન થકી દેશને જોડવાનું એક કરવાનું કાર્ય કર્યું છે.- મંત્રીશ્રી બચુભાઈ ખાબડ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ આદિવાસી ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતાં સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત દાહોદ : ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એ દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો હતો. ભારતના ઇતિહાસમાં આપણને આ દિવસની સફળતા ઘણાં સંઘર્ષ અને બલિદાનો પછી મળી હતી. જેમાં કેટલાય વીરોએ - ક્રાંતિકારીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી. જેથી કરીને ત્યારથી આપણા સૌ માટે તેમજ દેશ માટે આ દિવસ ખુબ જ મહત્વનો છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે સ્વ. જયદીપસિંહજી રમત - ગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાના ૧૫ મી ઓગસ્ટ દિવસની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તેમજ કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું હતું. મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતાં કહ્યું હતું કે, આપણા દેશની માટીના કણ - કણમાં શૂરવીરતા તેમજ સાહસની ગાથા વણાયેલી છે. આપણા દેશે કેટલાય વર્ષો સુધી ગુલામી સહન કરી છે, એ ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે આપણાં વીર શહીદોએ પોતાના જીવનનું હસતા - હસતા બલિદાન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજના સમયની વાત કરીએ તો આપણી સરકાર આપણા દેશને વિકાસના પંથે લઇ જવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટ્ટી - મેરા દેશ, હર ઘર તિરંગા તેમજ વન મહોત્સવ જેવા રાષ્ટ્રીય અભિયાન થકી દેશને જોડવાનું એક કરવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં આપણો દેશ હવે વિવિધ ઊંચાઈઓને આંબી રહ્યો છે ત્યારે સામાન્ય માણસ પણ કોઈપણ યોજનાથી વંચિત રહી ન જાય તેને માટે સરકાર અવિરત કાર્યો કરી રહી છે. તેમણે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. સરકાર દ્વારા કરવામાં આવતી આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, ખેડૂતો, મહિલાઓ, ગરીબો, યુવાનો, વૃદ્ધો તેમજ આદિવાસી ભાઈ - બહેનો અને વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સહાય અને લાભ અંગેની યોજનાઓ વિશે છણાવટ કરી હતી. મંત્રીશ્રી ખાબડે ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ગરીબ, યુવાઓ, ખેડૂતો, બહેનો તેમજ બાળકોના વિકાસ માટે અથાગ પ્રયત્નો સરકારે કર્યા છે. છેલ્લા ૧૦ વર્ષોમાં સરકારશ્રીએ ૪ કરોડ ૨૧ લાખ જેટલાં આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપ્યા છે. વ્યક્તિગત અને સામુહિક યોજનાઓના લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચતા કર્યા છે. સ્વાતંત્ર્ય દિન નિમિતે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ ગીતો પર નૃત્ય, વૃક્ષો વાવો - પર્યાવરણ બચાવોના સૂત્રો સાથે આદિવાસી નૃત્ય તેમજ શહીદોના જીવનનની ઝાંખી કરાવતા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં નાનકડાં ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશ ભક્તિ ગીત પરના નૃત્ય ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો દરમ્યાન સમગ્ર સંકુલનું વાતાવરણ દેશ ભક્તિમય બની ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત વ્યક્તિ વિશેષ તેમજ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન પત્ર આપી તેમજ ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રમત - ગમત સંકુલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર,ગરબાડા ધારાસભ્યશ્રી મહેશભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા,પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મિતેશ વસાવા સહિતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારી શ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...