દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

દાહોદમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે તાલુકાકક્ષાના ૭૫માં વન મહોત્સવ ઉજવાયો

દાહોદમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે તાલુકાકક્ષાના ૭૫માં વન મહોત્સવ ઉજવાયો
મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું ૦૦ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે એક છોડ આપીને એક પેડ માં કે નામ અભિયાનને વેગ વનતું કરવામાં આવ્યું ૦૦ મંત્રી શ્રીના હસ્તે પવિત્ર ઉપવનનું લોકાર્પણ કરવામાં આવ્યું ૦૦ દાહોદ:દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ના મોટકેલિયા ગામે અને ધાનપુર તાલુકાના નાકટી ગામે તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રીશ્રી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી.તે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ સાથે જવાબદારીનો પ્રતિબિંબ છે. વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના સરકારનાં અભિયાનમાં સહભાગી બનીએ. પર્યાવરણના જતન માટે વન સંપદાના સંરક્ષણ અને વન વિસ્તાર વધારવાના દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઈડ અને પોલ્યુશન ઘટાડવા વૃક્ષોનું જતન કરવું જોઈએ. વૃક્ષો માનવીને છાંયડો, ઑક્સીજન, ફળ, દવાઓ સહિતની જરૂરીયાતો સંતોષે છે. જેટલા વૃક્ષો વાવીએ તેને સારી રીતે ઉછેરવાની જવાબદારી પણ આપણી છે. વૃક્ષો એ એવી મૂડી છે જે બાળકોને મોટી ઉમરે એફ. ડી. તરીકે કામ લાગશે. સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ સારી કામગીરી કરી રહી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રીન્યુએબલ એનર્જી તરફ દેશને લઈ રહ્યા છે ત્યારે આપણેસૌ આ દિશામાં જોડાઈ દેશને સશક્ત બનવાવમાં સહભાગી બનવાનું છે.વધુમાં મંત્રી શ્રી એ ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શરૂ વર્ષે ૨૭ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.જિલ્લાને હરિયાળો કરવાના ભગીરથ કાર્યમાં જિલ્લાના દરેક નાગરિક જોડાય તે માટે અનુરોધ કર્યો હતો.
દાહોદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અમીત નાયક એ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લઇ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ કરવામા આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સરપંચ શ્રી સહિત વનવિભાગના અધિકારી શ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે તાલુકાકક્ષાના ૭૫માં વન મહોત્સવ ઉજવાયો ૦૦ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે વન...

Posted by Info Dahod GoG on Saturday, August 17, 2024

Comments

Popular posts from this blog

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...