માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દાહોદ જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૦૫૬ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

 *ર-રક્ષા કરજે વીરા તારી બહેનની* 

*ક્ષા- ક્ષમા કરજે વીરા તારી બહેનને* 

*બં-બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને*

*ધ-ધ્યાન રાખજે વીરા તારી બહેનને*

*ન-ન ભુલજે વીરા તારી બહેનને*.

૦૦ 

*આ રક્ષાની દોરી  આ ફક્ત દોરી નથી આ તો બહેનનો ભાઈ ને અને ભાઈ નો બહેનને હદય થી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે*

દાહોદ જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૦૫૬  રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

દાહોદ:- દાહોદ જિલ્લામાં સંકલિતબાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી બહેનો દ્વારા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાંથી કાર્યકરો દ્વારા કેન્દ્ર દીઠ એક રાખડી આમ કુલ  ૩૦૫૬ રાખડીઓ મોકલવામાં આવી છે. 


 દાહોદ જિલ્લાના કુલ ૨૧ ઘટકોની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે. ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે,પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે. અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કાર્યકર બેનો દ્વારા કેન્દ્રદીઠ એક રાખડી આમ કુલ ૩૦૫૬ રાખડીઓ દેશની રક્ષા કરતા, હંમેશા માટે પોતાના પરિવાર અને ભાઈબહેન થી દૂર રહેતા અને દેશની નિઃસ્વાર્થભાવે સેવા કરતા સૈનિક ભાઈઓ માટે મોકલવા માટે મહિલા અને બાળ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર ખાતે કુરિયર દ્વારા મોકલવામાં આવી.


           આમ ભારતીય જવાનોને રક્ષાબંધનના શુભ અવસર પર અમારી શુભેચ્છાઓ મોકલી રહ્યા છીએ તમે અમારા ભાઈઓ જેવા છો અને અમને સુરક્ષિત રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર.                       

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું