Posts

Showing posts from November, 2024

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
  વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર...

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

Image
  પ્રાકૃતિક ખેતી - (મિલેટ પાક)દાહોદ ૦૦૦ દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું ૦૦૦ નાગલી એ ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે ૦૦૦ પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દ્વારા ચતુરભાઈ અને એમના ધર્મપત્નીનું અભિનંદન સહ સન્માન કરાયું ૦૦૦ દાહોદ : ગુજરાત રાજ્યમાં ધાન્ય પાકોમાં નાગલીને ઉત્તમ ગણવામાં આવે છે. નાગલી પાક એ આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. નાગલીનું વાવેતર મોટેભાગે ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી તેમજ પંચમહાલ જિલ્લાઓમાં થાય છે. નાગલીને રાગી અથવા બાવટાના નામે પણ ઓળખવામાં આવે છે. આદિવાસી લોકો નાગલીના રોટલા બનાવીને ખાય છે. ઉપરાંત તેનો ઉપયોગ બિસ્કિટ, ચોકલેટ, ટોસ્ટ, નાનખટાઈ, વેફર અને પાપડી જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં થાય છે. સાથે નાગલીની પરાળ પણ પાલતુ પશુઓ માટે પોષક તત્વોથી ભરપૂર એવો ઉત્તમ ખોરાક છે.  નાગલી એ પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં વધુ રેસા, ગુણવત્તા પ્રોટીન, ખનીજ તત્વ ઉપરાંત વિટામિનનું પ્રમાણ વધારે હોવાથી તે ડાયાબિટીસ અને હૃ...

આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી

Image
 પ્રાકૃતિક ખેતી - દાહોદ આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી ૦૦૦ પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ પ્રાકૃતિક ખેતી વિશેની મહત્વની માહિતી આપી ૦૦૦ દાહોદ : ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગે કૂચ કરી રહ્યા છે ત્યારે એગ્રીક્લચરમાં પોતાની ધગશ અને લગન રાખતા વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ ડગલું માંડી રહ્યા છે. આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી હતી. જેમાં પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ આવેલ તમામ વિદ્યાર્થીનીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપીને તેના થકી પાક, જમીન, પાણી, વાતાવરણ અને મનુષ્યને થતા લાંબા ગાળાના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓએ પણ પ્રાકૃતિક ખેતી વિશે થતા સવાલો પણ પૂછીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી.   ૦૦૦

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું .............. આ જાહેરનામાની અમલવારી તા.૧૩ નવેમ્બરથી ૧૫મી નવેમ્બર-૨૦૨૪ સુધી કરવાની રહેશે  .............. રાજપીપલા, મંગળવાર:- આગામી તા.૧૪-૧૫મી નવેમ્બર-૨૦૨૪ દરમિયાન તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે આવેલ ભાથીજી મહારાજ તથા શંકર ભગવાનના મંદિરે મેળો ભરાનાર છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનો મારફતે તથા પગપાળા આવતા હોય છે. જેના કારણે મંદિર નજીકના રાજપીપળા-બરોડા-બોડેલી તરફના વાહનોની અવરજવરથી હાઇવે રોડ પર ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે અને ભેગી થનાર જનમેદનીને અવરોધરૂપ થતી હોવાથી કાયદો અને વ્યવસ્થાને અસર થાય છે. તેમજ ભારે વાહનોની અવરજવરથી અકસ્માતના કારણે જાનહાનિ થવાની શક્યતાઓ રહેતી હોય છે. જેથી મેળા દરમ્યાન આ રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.કે. ઉંધાડ દ્વારા ભારે વાહનોના રૂટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.  તા.૧૩ નવેમ્બરથ...

દાહોદ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી હઠીલાનું સન્માન

Image
દાહોદ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી હઠીલાનું સન્માન  વ્યક્તિ વિશેષ:દાહોદ પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી વીરસીંગભાઇ હઠીલા દાહોદ જિલ્લાનું ગૌરવ બન્યા. વીરસીંગભાઇ હઠીલા નિવૃત થનાર દરેક કર્મચારીઓ - અધિકારીશ્રીઓ માટે બન્યા પ્રેરણાદાયક દાહોદના પહાડ ગામના શિક્ષક વીરસીંગ હઠીલાએ પોતાના વતન પ્રત્યે પહાડ જેવો સેવાભાવ દર્શાવી ગામને એમ્બ્યુલન્સ ભેટ આપતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સન્માન કરાયું. દાહોદ : આપણે જોઈએ અને જાણીએ છીએ કે, પોતાની સર્વિસ પૂર્ણ થતાં નિવૃત્ત સમયે ઘણાયે અધિકારીઓ-કર્મચારીઓ પાર્ટી અથવા ડી જે, વરઘોડા સાથે વાજતે - ગાજતે નિવૃત્તિનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દેતા હોય છે. જેમાં સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે નાચ - ગાન કરીને શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે.  પરંતુ અહીં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાની વાત જ કંઈ નિરાળી છે. નિવૃત્તિ સમયે તેમણે ઝાકમ-ઝોળવાળી ઉજવણી ન કરતાં પોતાના વતન એવા પહા...

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો.

Image
  રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો. નવસારીના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને કલાઓ પ્રદર્શિત કરતી 210થી વધુ સ્ટોલનો લાભ લેવાનો અનેરો અવસર - આદિવાસી વિરાસત આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વિસરાઇ રહી છે તેને પુનરૂત્થાન કરવું આપણા સૌની જવાબદારી છે. -આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર - સરકાર તમામ યોજનાઓમાં સાથ સહકાર આપી રહી છે -આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર - નવસારી, તા.08: આદિવાસી નવ યુવાનોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી,  ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન સુરખાઇ, ચીખલી ખાતે કરાયું હતું. આ મેળાને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તથા વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સહિત વિવિધ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મેળાને ખુલ્...

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ *પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પોતાના ગામને આપી એમ્બ્યુલન્સની ભેટ*  નિવૃત્ત થતા ઘણા અધિકારી -કર્મચારીઓ નિવૃત્તિ ટાણે મોટી પાર્ટીનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દે છે. સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે.  કેટલાકને તો તેમની નોકરી દરમ્યાન નિષ્ઠા - પ્રમાણિકતાનો છાંટોય નથી હોતો તેમ છતાં નિવૃત્તિ વખતે લગ્ન સમારંભ હોય તેવો માહોલ ઊભો કરીને જાણે કે બહુ મોટો જંગ જીત્યો હોય તેવો દેખાડો કરતા હોય છે. આવા સમયે આદિવાસી ક્ષેત્રના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાએ એમના નિવૃત્તિ ટાણાની ઝાકમઝોળવાળી ઉજવણી ન કરતાં સમાજને એક નવી રાહ ચીંધે તેવી પ્રેરણાદાયી ભેટ આપીને તેમની નિવૃત્તિને વધુ શાનદાર સ્મરણીય બનાવી છે. *પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ* *પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પોતાના ગ...

દાહોદની લોક સંસ્કૃતિ ગાય ગોહરી..

દાહોદની લોક સંસ્કૃતિ ગાય ગોહરી.. pic.twitter.com/z5eqhibfK2 — Amygdala (@sunnysweet201) November 2, 2024