વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું
..............
આ જાહેરનામાની અમલવારી તા.૧૩ નવેમ્બરથી ૧૫મી નવેમ્બર-૨૦૨૪ સુધી કરવાની રહેશે
..............
રાજપીપલા, મંગળવાર:- આગામી તા.૧૪-૧૫મી નવેમ્બર-૨૦૨૪ દરમિયાન તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે આવેલ ભાથીજી મહારાજ તથા શંકર ભગવાનના મંદિરે મેળો ભરાનાર છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનો મારફતે તથા પગપાળા આવતા હોય છે. જેના કારણે મંદિર નજીકના રાજપીપળા-બરોડા-બોડેલી તરફના વાહનોની અવરજવરથી હાઇવે રોડ પર ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે અને ભેગી થનાર જનમેદનીને અવરોધરૂપ થતી હોવાથી કાયદો અને વ્યવસ્થાને અસર થાય છે. તેમજ ભારે વાહનોની અવરજવરથી અકસ્માતના કારણે જાનહાનિ થવાની શક્યતાઓ રહેતી હોય છે. જેથી મેળા દરમ્યાન આ રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.કે. ઉંધાડ દ્વારા ભારે વાહનોના રૂટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
તા.૧૩ નવેમ્બરથી ૧૫મી નવેમ્બર-૨૦૨૪ સુધી ભારે વાહનો માટે અપાયેલા રૂટ ડાયવર્ઝન મુજબ દેડીયાપાડા તથા રાજપીપળા તરફથી બોડેલી તરફ જતા ભારે વાહનો ખામરથી વીરપોર ચાર રસ્તા થઈને પોઈચા તરફ જશે. જ્યારે બોડેલી તરફથી રાજપીપળા આવતા ભારે વાહનો દેવલીયાથી તિલકવાડા થઈને ડભોઈ-વેગા તરફ જશે. આ જાહેરનામાની અમલવારી તા.૧૩/૧૧/૨૦૨૪ ના ૦૦:૦૦ કલાકથી તા.૧૫/૧૧/૨૦૨૪ ના ૨૪:૦૦ કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કોઇપણ વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
#infodahod
0000000
Comments
Post a Comment