વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

પ્રાકૃતિક ખેતી - દાહોદ
આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી
૦૦૦
પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ પ્રાકૃતિક ખેતી વિશેની મહત્વની માહિતી આપી
૦૦૦
દાહોદ : ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગે કૂચ કરી રહ્યા છે ત્યારે એગ્રીક્લચરમાં પોતાની ધગશ અને લગન રાખતા વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ ડગલું માંડી રહ્યા છે.
આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી હતી. જેમાં પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ આવેલ તમામ વિદ્યાર્થીનીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપીને તેના થકી પાક, જમીન, પાણી, વાતાવરણ અને મનુષ્યને થતા લાંબા ગાળાના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓએ પણ પ્રાકૃતિક ખેતી વિશે થતા સવાલો પણ પૂછીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી.
૦૦૦
Comments
Post a Comment