વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
  વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર...

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

 

પ્રાકૃતિક ખેતી - (મિલેટ પાક)દાહોદ

૦૦૦

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

૦૦૦

નાગલી એ ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે

૦૦૦

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દ્વારા ચતુરભાઈ અને એમના ધર્મપત્નીનું અભિનંદન સહ સન્માન કરાયું

૦૦૦

દાહોદ : ગુજરાત રાજ્યમાં ધાન્ય પાકોમાં નાગલીને ઉત્તમ ગણવામાં આવે છે. નાગલી પાક એ આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. નાગલીનું વાવેતર મોટેભાગે ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી તેમજ પંચમહાલ જિલ્લાઓમાં થાય છે. નાગલીને રાગી અથવા બાવટાના નામે પણ ઓળખવામાં આવે છે. આદિવાસી લોકો નાગલીના રોટલા બનાવીને ખાય છે. ઉપરાંત તેનો ઉપયોગ બિસ્કિટ, ચોકલેટ, ટોસ્ટ, નાનખટાઈ, વેફર અને પાપડી જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં થાય છે. સાથે નાગલીની પરાળ પણ પાલતુ પશુઓ માટે પોષક તત્વોથી ભરપૂર એવો ઉત્તમ ખોરાક છે. 

નાગલી એ પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં વધુ રેસા, ગુણવત્તા પ્રોટીન, ખનીજ તત્વ ઉપરાંત વિટામિનનું પ્રમાણ વધારે હોવાથી તે ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. અન્ય ધાન્ય પાકો કરતાં નાગલીમાં કેલ્શિયમ અને આર્યનનું પ્રમાણ વિશેષ હોવાથી કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.

સરકારશ્રી દ્વારા ખેડૂતોને ગામ દીઠ ૧૦ ખેડૂતોને ૧ કિલો નાગલીનું બિયારણ વાવેતર અર્થે વિનામૂલ્યે આપવામાં આવે છે, જેનો મૂળ હેતુ ખેડૂતો મિલેટ પાક તરફ પાછા વળે, આવનાર પેઢી અને સમાજનું ભવિષ્ય તંદુરસ્ત અને નિરોગી રહે ઉપરાંત ખેડૂતો પોતે પણ આર્થિક રીતે સદ્ધર થાય, આત્મ નિર્ભર બને અને પોતાના પરિવારને ગુણવત્તા યુક્ત ખોરાક આપી શકે. 

ગુજરાત રાજ્યના પૂર્વ છેવાડે આવેલો દાહોદ જિલ્લો એ મોટેભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. દાહોદ જિલ્લામાં કુલ ૬૦૦૦ જેટલા ખેડૂતોને વિનામૂલ્યે ખેડૂત દીઠ ૧ કિલો નાગલીનું બિયારણ આપવામાં આવ્યું હતું. એમાંના એક ખેડૂત એટલે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાને આ ચોમાસા દરમ્યાન ખેતીવાડી વિભાગ તરફથી ૧ કિલો નાગલીનું બિયારણ વિનામૂલ્યે મળ્યું હતું. ચતુરભાઈ તેમજ તેમના પત્નીએ આ ધાન્યનું વાવેતર કરીને ખુબ સારી માવજત કરી હતી. 

પ્રાકૃતિક ખેતીને વરેલા આ ખડૂત દંપતિએ રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કર્યા વગર ખુબ સારી રીતે નાગલી (બાવટા)નું જતન કરીને તેને ફક્ત ૨. ૫ મહિનામાં જ ૧ કિલોમાંથી ૮ કવિન્ટલ પાકનું ઉત્પાદન કરીને સફળતા મેળવી હતી. આ પાકનું વેચાણ પણ સારા ભાવે થતું હોવાથી ખેડૂતોને આર્થિક આવક પણ સારી મળી રહે છે. જેથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર પણ થાય છે અને પોતાના પરિવારને પણ પૌષ્ટિક અને વિટામિનથી ભરપૂર ખોરાક આપીને કુપોષણથી દૂર કરી શકે. ચતુરભાઈ સંગાડાએ આ ચોમાસા દરમ્યાન દાહોદ જિલ્લામાં વધારે વરસાદ પડવા હોવા છતાં નાગલી પાકનું વાવેતર કર્યું હતું, તેઓનું કહેવું છે કે, અન્ય ધાન્ય પાકો કરતાં નાગલી પાકનું ઉત્પાદન વધુ અને સારુ થયું છે. અહીં આપણે સમજી શકીએ છીએ કે, નાગલી પાક આપણને કેટલો ફાયદાકારક છે. 

સરકારશ્રીના ખેતીવાડી વિભાગ દ્વારા વિનામૂલ્યે અપાતા ૧ કિલો નાગલીમાંથી ૮ કવિન્ટલ જેટલું સારુ ઉત્પાદન કરવા માટે પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ અને તેમના ધર્મપત્નીનું પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના દ્વારા રૂબરૂ મુલાકાત લઇને અભિનંદન સહિત સન્માન કરવામાં આવ્યું હતું. જે એક સામાન્ય ખેડૂત માટે ગર્વની વાત છે. 

મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ચતુરભાઈની જેમ અન્ય ખેડૂતો પણ નાગલી જેવા મિલેટ ધાન્ય પાકોનું વાવેતર કરીને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રયત્ન કરે તે જરૂરી છે. મિલેટ ધાન્ય પાકો ખેડૂતો માટે બધી જ રીતે ફાયદાકારક છે. જેમાં નાગલી એ શ્રેષ્ઠ પાક છે. આવનાર સમયમાં તમામ ખેડૂતો મિલેટ ધાન્ય પાકોનું વાવેતર કરવા તરફ આગળ વધે. 

આ વેળા એ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રી અભેસિંહભાઈ વહોનીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથીક દવે, મામલતદારશ્રી આકાશ ચૌધરી , તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવા સરપંચશ્રી, અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦






Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું