માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod : ૧૯ મા ગ્રામીણ ઓલમ્પિકનું રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે ભવ્ય આયોજન કરાયું.
વિકાસ સપ્તાહ - ૨૦૨૪
૧૯ મા ગ્રામીણ ઓલમ્પિકનું રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે ભવ્ય આયોજન કરાયું.
૦૦
પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ યોજાયેલ ગ્રામીણ ઓલમ્પિકમાં વિકાસ શપથ લેવાયા
૦૦
દાહોદ:- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જન-જનમાં ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. વિકાસ સપ્તાહના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે.
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટી તંત્ર દાહોદ દ્વારા ૧૯ મો ગ્રામીણ ઓલમ્પિક્નું ભવ્ય આયોજન રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે ઓલિમ્પિક મહોત્સવની શરૂઆત કરી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે દર વર્ષે દશેરાના દિવસે ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર - સુદુરના ખેલાડીઓ પોતાની પ્રતિભા લઇને આ ઓલમ્પિકમાં ભાગ લેતા હોય છે.
ગ્રામીણ ઓલમ્પિકના આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ તેમજ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ શપથ લીધા હતા.
આ પ્રસંગે આ પ્રસંગે પ્રાંત અધિકારીસુશ્રી જ્યોતિબા ગોહિલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી અભેસિંહ વોહનિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, એ. પી. એમ. સી. ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત ના સભ્યશ્રીઓ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંગ રાઠવા, મામલતદાર શ્રી સમીરભાઈ પટેલ ,તાલુકા વિકાસ અધિકારી શ્રી ,જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોકભાઈ પટેલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ઉષાબેન ચૌધરી, સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
#VikasSaptah
Comments
Post a Comment