માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત
વિકાસ સપ્તાહ - દાહોદ
૦૦૦
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં થયેલ આરોગ્ય વિકાસ અંગે સંવાદ કાર્યકમ યોજાયો
૦૦૦
દાહોદ : વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત ઠક્કર બાપા સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર્સ સાથે મીટીંગ કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન માતા અને બાળ કલ્યાણ સેવાઓ, ટી.બી., સિક્લસેલ, એનીમિયા, મેલેરીયા, આર.બી.એસ.કે., NCD, IDSP જેવા પ્રોગ્રામના આરોગ્યની યોજનાઓ અનેક અત્યાધુનિક આંતર માળખાકીય સુવિધાઓ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ સંદર્ભે આવનાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા દિવસોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ હસ્તક આવતા તમામ કાર્યક્રમોનું સુદઢ અમલીકરણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
#VikasSaptah
Comments
Post a Comment