માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod: ફતેપુરા કોલેજ અને આઈ.ટી.આઈ. ખાતે ઓવર્સીસ અને કરીઅર ગાઈડન્સ સેમીનાર યોજાયો.
દાહોદ : મદદનીશ નિયામકશ્રી રોજગાર વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની આર્ટ્સ કૉલેજ તથા સરકારી આઇ. ટી. આઈ. ખાતે ઓવર્સિસ તથા કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા કારકિર્દી અંગે દિશા સૂચન અને ખાનગી/સરકારી નોકરી માટે રહેલી તકો અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કરીઅર કાઉન્સેલર હીરલ સેલોત દ્વારા રોજગાર લક્ષી ઓનલાઈન અનુબંધમ એન.સી.એસ. પોર્ટલ તેમજ સંરક્ષણ ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, રોજગાર ભરતી મેળા, સ્વરોજગાર શિબિર વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત વડોદરાના ઓવરસિસ કાઉન્સિલર નિશાંત આર. જોષી દ્વારા વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. જેમા પાસપોર્ટ એપ્લીકેશન, વિઝા પ્રોસેસ, વિદેશ અભ્યાસ માટે લોન, વર્ક પરમિટ, અંગ્રેજી વિષયની વિવિધ પરીક્ષા, તથા સેફ એન્ડ લીગલ માઇગ્રેશન વિશે સમજ આપવામા આવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમા આર્ટ્સ કોલેજના લગભગ ૩૮૫ તેમજ સરકારી આઇ.ટી.આઇ. ફતેપુરાના ૬૫ થી વધુ ઉમેદવારો એ ભાગ લઇ કાર્યક્રમનો લાભ લીધો હતો.
Comments
Post a Comment