માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod : કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો
વિકાસ સપ્તાહ – દાહોદ
*પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના પ્રતિભાવ રજૂ કર્યા*
૦૦
*સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને આર્થિક અને સાધન સહાય મળી રહી છે, પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થઇ શકે છે. - કલેકટર શ્રી યોગેશ નિરગુડે*
૦૦
દાહોદ : સમગ્ર ગુજરાત રાજ્યની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી "નાગરીક પ્રથમ અભિગમ" સાથે લોકાભિમુક્ત અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કૃષિ વિજ્ઞાન કેંદ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન આત્મા અને ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ વિજ્ઞાન કેંદ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ખેતીવાડી વિભાગ હેઠળની યોજનાઓ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે તેમજ રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત વિસ્તાર પૂર્વક સમજાવી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) દ્વારા પ્રાકૃતિક ખેતીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ સાથે પ્રાકૃતિક ખેતી વિશે સમગ્ર દાહોદ જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોના થયેલા વિકાસ માટેની જાણકારી આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, સરકાર દ્વારા અમલમાં મુકાયેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી આજે ખેડૂતોને આર્થિક સહાય અને સાધન સહાય મળી રહી છે. જેના થકી કોઈપણ ખેડૂત ખેતીમાં પણ પોતાની પ્રગતિ કરી શકે છે અને પ્રાકૃતિક ખેતી અપનાવીને પાકનું સારુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે સદ્ધર પણ થઇ શકે છે.
પ્રાકૃતિક ખેતી દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો અપનાવે અને સંપૂર્ણ દાહોદ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવો અનુરોધ કરતા તેમણે જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં પણ સુધારો આવે છે, અને ગાય આધારિત ખેતી હોવાથી કોઈપણ ખેડૂત આ ખેતી કરી શકે છે, ઓછો ખર્ચ માંગતી આ ખેતી ખેડૂતોની આર્થિક આવક વધારે છે. પ્રાકૃતિક ખેતીની આ ઝુંબેશને જેમ બને એમ સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતો આવકારીને પ્રાકૃતિક ખેતી અપનાવશે તો ચોક્કસ પણે તમામ ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની શકશે.
કાર્યક્રમ દરમ્યાન કલેકટરશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો સાથે સીધો વાર્તાલાપ કરી અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ કાર્યક્રમ દરમ્યાન પોતાના પ્રાકૃતિક ખેતી પ્રત્યેના અનુભવો રજૂ કરી સરકાર દ્વારા અપાતી વિવિધ પ્રકારની સાધનિક તેમજ આર્થિક સહાય અંગેની વાતો મૂકી હતી.
આ કાર્યક્રમ નિમિતે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા તેમજ અન્ય વૈજ્ઞાનિકશ્રીઓ, આત્મા યોજના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તેમજ તમામ તાલુકામાંથી ખેડુત ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
#VikasSaptah
#23YearsOfGoodGovernance
Comments
Post a Comment