માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod :જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી
વિકાસ સપ્તાહ: દાહોદ જિલ્લો
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીના સભાખંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી
દાહોદ:- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીના સભાખંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ-કર્મયોગીએ પણ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યુ હતું.
#VikasSaptah
#23yearsofgrowth
Comments
Post a Comment