માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod: જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
વિકાસ સપ્તાહ – દાહોદ
*જિલ્લા કલેક્ટરશ્રીએ લાભાર્થીઓના યોજના સહાય મળ્યા પહેલાની સ્થિતિ અને પછીની પરિસ્થિતિ અંગેના ભાવ-પ્રતિભાવ જાણ્યા*
૦૦૦
*“ અમને ગેસ મળતા પહેલા જેવી ધુમાડા અને લાકડા વીણવા જેવી અનેક તકલીફમાથી છુટકારો મળ્યો છે. “ – લાભાર્થી ભુરિયા વર્ષાબેન*
૦૦૦
દાહોદ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતનુ પ્રતિનિધિત્વ સમ્ભાળ્યુ હતુ. તેમની અત્યાર સુધીની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. રાજ્યની ૨૩ વર્ષની વણથંભી વિકાસયાત્રા વિશે જન-જન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭ થી તા.૧૫ સુધી સમગ્ર રાજ્યમાં ' વિકાસ સપ્તાહ 'ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અભિયાનના ભાગરુપે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ લારી - રીક્ષા ચલાવીને પોતાનુ અને પરિવારનુ ગુજરાન ચલાવનાર દિવ્યાંગ લાભાર્થીઓ સહિત અન્ય લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સરકારશ્રી દ્વારા મળેલ યોજના સહાયા થકી તેઓના જીવનમા કેવો બદલાવ આવ્યો એ વિશેના પ્રતિભાવો જાણ્યા હતા.
કોરોનાકાળ દરમ્યાન લોકોને જે પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આવા ગમ્ભીર અને કપરા સમયમા પણ સરકારશ્રી દ્વારા લોકો સુધી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી જે રીતે અનાજ પહોંચાડવામા આવ્યુ હતુ, તે અંગેના પ્રતિભાવ પણ લાભાર્થીઓએ રજુ કર્યા હતા.
ગંગા સ્વરૂપા યોજના, સંત સુરદાસ યોજના, ઉજ્જ્વલા યોજના, એસ.ટી. બસ પાસ યોજના, રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર એવી વિવિધ સહાય યોજનાઓ તેમજ કોરોના કાળ દરમ્યાન લોકોને મળેલી અન્ન સહાય યોજના થકી એમના વ્યક્તિગત અનુભવો જાણીને એ અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. લાભાર્થી ગીતાબેન નિનામાએ પોતાના અનુભવો જણાવતા કહ્યુ હતુ કે, મારા પતિનુ મૃત્યુ થતા ગંગા સ્વરૂપા યોજના હેઠળ મને દર મહિને ૧૨૦૦ રૂપિયા સરકાર તરફથી આપવામા આવે છે. એ સાથે રેશન કાર્ડ થકી અમને તેલ, ચણા, ચોખા અને ઘઉ જેવુ અનાજ પણ મફતમા મળે છે.
તો ઉજ્જ્વલા યોજનાના લાભાર્થી ભુરિયા વર્ષાબેનએ પોતાની પહેલાની અને પછીની પરિસ્થિતિ વર્ણવતા કહ્યુ હતુ કે, પહેલા અમે ચુલા પર જમવાનુ બનાવવુ પડતુ હતુ, ઘરના બધા સભ્યોનુ જમવાનુ બનાવતા અમને ખુબ જ મુશ્કેલી થતી હતી, રોજેરોજ બહારથી છાણા - લાકડા બહારથી વીણી લાવવા પડતા હતા, અને ઉપરથી ધુમાડો, ફુંક મારીને ચુલો સળગાવવો પડતો હતો. ચોમાસા સમયે સુકા લાકડા મળવા ઘણા મુશ્કેલ હતા પરંતુ અમને જ્યારે સરકારે આપેલ ઉજ્જવલા યોજના હેઠળ ગેસના લાભના કારણે પહેલા જેવી ધુમાડા અને લાકડાની તકલીફમાથી છુટકારો મળ્યો છે. ઉપરથી જમવાનુ પણ ગમે એટલાનુ બનાવવાનુ હોય તો એ હવે ગેસ વડે ઝડપથી થઇ જાય છે.
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ લાભાર્થીઓને જણાવ્યુ હતુ કે, સરકારની જન-સુખાકારી કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે, સામાન્ય નાગરિકો સુધી પણ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ પહોંચી રહી છે, સરકારશ્રીના તમામ વિભાગ જનતાના પ્રશ્નોના નિકાલ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તમામ પ્રકારની યોજનાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામા આવી રહ્યા છે, ઉપરાંત જેઓ યોજનાઓના હકદાર હોવા છતા લાભથી વંચિત હશે તો એ માટે પણ યોગ્ય પ્રોસેસ કરીને તેઓને લાભ આપવામા આવશે.
૦૦૦
#VikasSaptah
#23YearsOfGoodGovernance
Comments
Post a Comment