માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod : દેવગઢ બારીયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ દરમ્યાન ભારત વિકાસ પ્રતિજ્ઞા લઇ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી
દાહોદ : રાજ્યના વહીવટમાં પારદર્શીતા આવે તેમજ લોકોના પ્રશ્નોનો સમયસર નિકાલ લાવી શકાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અને સહાય નાગરિકોને સ્થળ પરથી જ ઉપલબ્ધ થઇ રહે છે.
એ નિમિતે દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા તાલુકાના નગરપાલિકા કચેરી ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર શ્રી સમીર પટેલ સહિત ઉપસ્થિત અધિકારી શ્રીઓ અને કર્મચારીશ્રીઓ એ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ અને પ્રતિજ્ઞાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
#VikasSaptah
#23YearsOfGrowth
Comments
Post a Comment