માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત
Dahod: વિકાસ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે દાહોદ જિલ્લાના ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ.
વિકાસ સપ્તાહ – દાહોદ
દાહોદ : વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે દાહોદ જિલ્લા ખાતે આરોગ્ય શાખા હસ્તક કાર્યરત કુલ ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (ફતેપુરા, લીમખેડા, મિરાખેડી તથા પીપલોદ) ખાતે વિવિધ મેડિકલ કોલેજના સંકલનમાં રહીને આયુષ્માન આરોગ્ય શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ દરમ્યાન કુલ ૯૪૭ દર્દીઓને આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી હતી. જેમાં ૪૭૭ દર્દીઓને જનરલ તથા ૪૭૦ દર્દીઓને સ્પેશ્યાલીસ્ટ તબીબો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. એ સાથે ૫ દર્દીઓને માઈનર સર્જરીની સેવા પણ પૂરી પાડવામાં આવી હતી. કુલ ૫૬ હાયપર ટેન્શન તથા કુલ ૩૬ ડાયાબિટીસના દર્દીઓને તેમજ ૩૬ દર્દીઓને આંખોને લગતી તકલીફ મળેલ હોય જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. ૧૫૬ જેટલા દર્દીઓને માતૃ બાળ કલ્યાણ માટેની સેવા પૂરી પાડવામાં આવી હતી એ સાથે ૪૮૨ જેટલા દર્દીઓને જરૂરિયાત મુજબ લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી.
#VikasSaptah
#23YearsOfGoodGovernance
Comments
Post a Comment