માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા સ્થળ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને અપાઈ સૂચના
૦૦૦
દાહોદ : દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં દર મહિનાના ચોથા ગુરુવારે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત તેમજ પહેલા બુધવારે મામલતદારશ્રીની કચેરીઓમાં વર્ગ - ૧ કક્ષાના અધિકારીશ્રીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત યોજવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પ્રશ્નો જેવા કે, કોર્ટ મેટર નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીઓમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે દરમ્યાન લગભગ વિવિધ ૧૦ જેટલી અરજી અરજદારો દ્વારા કરવામાં આવી હતી. જેને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા આવેલ તમામ લોક પ્રશ્નોને વ્યક્તિગત સાંભળીને આવેલ તમામ પ્રજા પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સંબંધિત અધિકારીશ્રીઓને રૂબરૂ સ્થળ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરી પ્રજા પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમ્યાન લોકોના વિવિધ પ્રશ્નો જેવા કે, વારસાઈ કરવા બાબત, જમીન પર કબ્જા બાબત, અનધિકૃત દબાણ, બિન કાયદેસર દબાણ બાબત, ભૂગર્ભ ગટર કરવા બાબત, નરેગા યોજના, કબ્રસ્તાનની લાઈટ બંધ રહેતી હોવા બાબત, વારસદાર તરીકે નામ દાખલ કરવા બાબત, સરકારી ગ્રાન્ટ બાબત તેમજ એલ. સી. ને લગતા પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ નિમિત્તે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી, સંબંધિત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તલાટી તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
Comments
Post a Comment