માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod: દેવગઢ બારિયા તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજમાતા ઉર્વશીદેવીની અધ્યક્ષતામા વિકાસ પ્રતિજ્ઞા લેવાઇ.
વિકાસ સપ્તાહ – દાહોદ જિલ્લો
'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાકાર કરવા વિદ્યાર્થીઓ પ્રતિબદ્ધ
દાહોદ:- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉથી રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણીના ભાગરુપે દેવગઢ બારિયા તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દેવગઢ બારીયાના રાજમાતા ઉર્વશીદેવીના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ,આચાર્ય શ્રીઓ સહિત શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાકાર કરવા રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા હતા.
૦૦૦
#VikasSaptah
#23yearsOfGrowth
Comments
Post a Comment