માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod: વિકાસના પ્રતિક સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિ હેઠળ વિકાસ સપ્તાહ ઉજવણી કરાઈ.
*વિકાસ સપ્તાહ-દાહોદ*
૦૦
*મંત્રીશ્રીના વરદ હસ્તે ૨૦૩ લાખના ખર્ચે થનારા ૧૦૩ જેટલા વિકાસ કાર્યોનુ ઈ - લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું*
૦૦
*દાહોદ જેવા છેવાડાના જિલ્લામાં પણ તમામ ક્ષેત્રે વિકાસના કાર્યો અવિરતપણે થઇ રહ્યા છે - પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર*
૦૦
દાહોદ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર રાજ્યમાં તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના વિકાસ પ્રતિક સમા તેમજ ઐતિહાસિક ઓળખ એવા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીના વરદ હસ્તે ૨૦૩ લાખના ખર્ચે થનારા ૧૦૩ જેટલા વિકાસ કાર્યોનુ ઈ - લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતનો વિકાસ કરવા માટે અમારી સરકાર ગરીબોને સમર્પિત હશે એ સૂત્રને તેમણે ખરા અર્થમાં સાર્થક કર્યું છે. મુખ્યમંત્રી પછી પણ વડાપ્રધાન બન્યા એ સાથે એમની વિકાસ યાત્રા ૨૩ વર્ષથી અવિરત ચાલી રહી છે. તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે, સરકારે ગરીબ કલ્યાણ મેળા જેવા વિવિધ કાર્યક્રમો તેમજ યોજનાઓને અમલમાં મૂકીને છેવાડાના ગરીબો સુધી અનેકવિધ યોજનાઓ પહોંચાડીને જન સુખાકારીનાં કાર્યો કર્યા છે.
જ્યાં સૂરજના કિરણો નથી પહોંચ્યા ત્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઈટ, પાણી અને રસ્તાની વ્યવસ્થા કરી આપી છે. એમ કહેતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે દાહોદ તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે. રસ્તા હોય કે શિક્ષણ, હોસ્પિટલ હોય કે આરોગ્ય તમામ ક્ષેત્રોમાં અવિરત પણે ચાલતી આ વિકાસ યાત્રા થકી દાહોદ જિલ્લાને ઝાયડસ જેવી હોસ્પિટલ અને કોલેજ પણ મળી છે. કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી કન્યાઓને વિના મુલ્યે અભ્યાસ કરવાની તક આપણી સરકારે આપી છે. ઉપરાંત દાહોદના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.
ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ કાર્યક્રમ ઉપક્રમે દાહોદના વિકાસની વાત કરતા કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીની સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા ભાર મૂકી કન્યાઓને શાળાએ જતી કરી છે. આજની દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે. ધાર્મિક, શૈક્ષણિક કે સામાજિક જેવા તમામ ક્ષેત્રોમાં દાહોદ જિલ્લો હવે આગળ વધી રહ્યો છે. માં ભારતીને નરેન્દ્રભાઈ મોદીએ સફળતાના શિખરો સર કરાવીને ગુજરાત તેમજ દેશને વૈશ્વિક ક્ષેત્રે આગળ વધાર્યું છે.
કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક કાર્યકર્મ કરવામાં આવ્યા હતા. જેમાં નવરાત્રી નિમિતે તત્કાલિન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં લખાયેલ ગરબાની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર સહિત પદાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળ પર સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વિકાસ સપ્તાહના આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઈ અમલીયાર, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, નગરપાલિકા પ્રમુખશ્રી નીરજ દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખસુશ્રી શ્રધ્ધા ભડંગ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
#VikasSaptah
#23YearsOfGoodGovernance
Comments
Post a Comment