માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દાહોદના પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનના પ્રદર્શનમાં ભાગ લીધો

 દાહોદના પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનના પ્રદર્શનમાં ભાગ લીધો

સમગ્ર દેશની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું

દાહોદ : સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો જયારે રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતને સમજીને પ્રાકૃતિક ખેતી અપનાવવા કટીબદ્ધ થયા છે ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ છેવાડે આવેલો દાહોદ જિલ્લો પણ એમાંથી બાકાત રહ્યો નથી. દાહોદ જિલ્લામાં પણ અનેકો ખેડૂતોએ રાસાયણિક ખેતીને પડતી મૂકીને પ્રાકૃતિક ખેતીને અપનાવી છે.

દાહોદના પ્રગતિશીલ ખેડૂતો માનસિંહ ડામોર તેમજ ભરતસિંહ ખપેડએ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે યોજવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે પકવેલ અનાજ, શાકભાજી તેમજ ફળોને પ્રદર્શનમાં મુક્યા હતા.

સમગ્ર દેશની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ ઉપસ્થિત રહી ત્યાં ઊભા કરવામાં આવેલ દૂર - સુદુરથી આવેલ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ મુકેલ વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચ શૂન્ય થઇ જતાં બચત સાથે આવકમાં પણ વધારો થયો છે. દાહોદ જિલ્લાના મોટાભાગના ખેડૂતો હવે રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પરિણામ સ્વરૂપ પ્રાકૃતિક ખેતીના કારણે તેમની જમીન વધુ ફળદ્રુપ બની છે, ખેતીના ખર્ચમાં ઘટાડો થતાં આવકમાં વધારો થયો છે. તેઓ મુખ્યત્વે સીઝનલ પાકની સાથે, ફાળો તેમજ શાકભાજીની ખેતી કરી રહ્યા છે.

પ્રગતિશીલ ખેડૂતોનો અનુભવ જણાવે છે કે, રાસાયણિક ખેતી કરવાથી જમીન, પાક, પર્યાવરણ અને મનુષ્ય સહિત અનેક જીવોને થતું લાંબાગાળાનું નુકસાન અટકાવી શકાય છે. ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયત્નો થકી તેઓ પ્રાકૃતિક ખેતી વિશે જોઈતી માહિતી મેળવીને આજે એક સંતોષ નજક પડાવ પર આવીને ઊભા છે.

પ્રાકૃતિક ખેતી કરવાથી ખાતર અને દવાનો ખર્ચની બાદબાકી થતાં બચત અને આવકમાં વધારો થયો છે. જરૂરી ખાતર અને દવા પ્રાકૃતિક રીતે જાતે જ બનાવી લેતા હોવાથી એનો પણ કોઈ ખર્ચ આવતો નથી. જેથી કરીને રસાયણ યુક્ત ખાતર કે બિયારણ ના નહીવત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધી, જમીનમાં સુધાર વધ્યો, અળસીયાનો જમીનમાં વસવાટ વધ્યો, જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, પાકનું ઉત્પાદન વધ્યું, પાકની ગુણવત્તા વધતા માંગ સાથે આવક વધી આમ, અનેકો પ્રકારના હકારાત્મક પાસા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા તરફ વાળી રહ્યા છે.

૦૦૦

Comments

Popular posts from this blog

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ