માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

પ્રાકૃતિક કૃષિ અભિયાન - દાહોદ
૦૦૦
તાલુકા કક્ષાના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો
પ્રાકૃતિક ખેતી એ એક એવુ છૂપું સોનુ છે, જેના થકી જમીન, પાક, અળસીયા સહિત મનુષ્યના સ્વાસ્થ્યમાં તેમજ આવકમાં સુધાર લાવે છે.
૦૦૦
દાહોદ : સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં લોકો વધુ મહત્વ આપી રહ્યા છે અને અન્ય જિલ્લાના પ્રાકૃતિક ખેતી જાણવા માટે ખેડૂતો અને પશુપાલકો પણ પ્રેરણા પ્રવાસ અને તાલીમ કરી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તેમને કરેલી સફળ પ્રાકૃતિક ખેતી વિશે અન્યોને માહિતી પુરી પાડી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ મુવાલિયા ફાર્મ ખાતે ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસો તેમજ માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને કેન્દ્ર સ્થાને રાખીને જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ દરમ્યાન દાહોદ જિલ્લાના તાલુકાના વિવિધ વિસ્તારના પ્રાકૃતિક ખેતી અપનાવતા પ્રગતિશીલ ખેડૂતોએ આવેલ સૌ ખેડૂત ભાઈઓ - બહેનોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માહિતી આપી હતી. ઉપરાંત તેઓ દ્વારા તેમને મિશ્રપાક, આચ્છાદન, પંચગવ્ય તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને જરૂરિયાત વિશે વિગતે માહિતી આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી એ એક એવુ છૂપું સોનુ છે, જેના થકી જમીન, પાક, અળસીયા સહિત મનુષ્યના સ્વાસ્થ્યમાં તેમજ આવકમાં સુધાર લાવે છે, પાકની ગુણવતામાં વધારો, પાક ઉત્પાદનમાં વધારો, જમીનની ફળદ્રુપતામાં વધારો, મનુષ્યના સ્વાસ્થ્યમાં સુધારો, ખેડૂતમિત્ર જેવા અળસીયાને જીવંત કરવા સહિત ઓછા ખર્ચમાં આવકમાં પણ વધારો કરે છે.
પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તાલીમાર્થી ખેડૂત અને પશુપાલક ભાઈઓને વિગતે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવા સહિત દેશી ગાય આધારિત ખેતી અંગેના મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા. મિશ્રાપાકની ખેતી પદ્ધતિ વિશે પણ સમજાવ્યું હતું.
૦૦૦
Comments
Post a Comment