માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દાહોદ કલેકટર કચેરીના પટાંગણમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી

 Dahod : દાહોદ કલેકટર કચેરીના પટાંગણમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી

તા.૭મીથી ૧૫મી ઓક્ટોબર સુધી ચાલનારા વિકાસ સપ્તાહના પ્રારંભે જિલ્લાના અમલીકરણ અધિકારશ્રીઓએ ભારત વિકાસની સામૂહિક પ્રતિજ્ઞા લીધી

દાહોદ:- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી થનારા "વિકાસ સપ્તાહ"ની ઉજવણીના પ્રારંભે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના પટાગણમાં ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.

જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે સહિત નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ સહિત સૌ અધિકારીશ્રીઓએ દેશ માટે સમર્પિત ભાવના સામુહિક ભારત વિકાસના શપથ લીધા હતા. અને પ્રતિજ્ઞાનું વાચન કર્યું હતું.

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ જિલ્લાના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ પણ પોતાનાન નામ વાળું મેળવી શકશે.

#VikasSaptah

#23yearsofgrowth

Comments

Popular posts from this blog

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ