Posts

દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

Dahod news : ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું

Image
Dahod news : ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું દાહોદ:- સમગ્ર રાજ્યભરમાં અત્યારે આઈ સી ડી એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આંગણવાડી બહેનો ત્યારે દાહોદ જિલ્લામાં પણ રોજ બ રોજ વિવિધ પ્રવૃતિઓ થકી અનેકો કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે નિમિતે ફતેપુરા તાલુકાના વાંગડ મોડેલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી.    આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ કટારા એ જણાવ્યું હતું કે, ભારતીય નારીશક્તિએ હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને ગૌરવાન્વિત કરી છે. સંસ્કારી બાળક માતા અને પરિવાર માટે સૌથી મોટી પૂંજી છે. તેમણે કુદરતે સ્ત્રીને આપેલા અપાર શક્તિના ખજાનાનો પરિવાર, સમાજ અને દેશહિતમાં ઉપયોગ કરવાની શીખ આપી હતી.માતાઓ દ્વારા બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી છે. પરિવારમાં કોઈ કંકાસ, મતભેદ અને વિચારભેદ ન થાય તે માટે મહિલાઓની ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું હતું.      આ કાર્યક્રમ દરમ્યાન નારી અદાલત, ૧૮૧ અભયમ

Dahod news :નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ એકમ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Image
  Dahod news :નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ એકમ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો ૦૦૦ દાહોદ : દાહોદમા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલજ, દાહોદના એન. એસ.એસ. એકમ દ્વારા ૨૪ સપ્ટેમ્બર એન.એસ.એસ. દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ અભિયાન અંતર્ગત 'સ્વભાવ સ્વછતા - સંસ્કાર સ્વછતા'  હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા હું પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ અને પોતે સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦કલાક એટલે કે, દર અઠવાડિયે ૨  કલાક શ્રમદાન કરીને સ્વચ્છતા કરીશના સંકલ્પ લેવામા આવ્યા હતા. 

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Image
Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દેવગઢ બારિયાના બામરોલી પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ " એક પેડ મા કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ

Image
 " એક પેડ મા કે નામ - દાહોદ - ૨૦૨૪ " દેવગઢ બારિયાના બામરોલી પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ " એક પેડ મા કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ ૦૦૦  દાહોદ જિલ્લામા સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી  સેવા અને એક પેડ મા કે નામ એમ ત્રણ અભિયાનનો એક સાથે થયેલો પ્રારંભ ૦૦૦ દાહોદ જિલ્લામા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ માટે મંત્રીશ્રી દ્વારા કરાયો અનુરોધ દાહોદ : ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન તેમજ એક પેડ માં કે નામ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  દેવગઢ બારિયાના બામરોલી પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ સેવા સેતુ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહી અન્ય મહાનુભાવો સહિત " એક પેડ માં કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ હતુ.  આપણું ગામ અને જિલ્લો હરિયાળો બને એવો પ્રયાસ આપણે કરીએ એમ કહેતા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત છે. ઓક્સિજનની જરુરિયાત, પર્યાવરણની સમતુલા, પ્રદૂષણ

સ્વચ્છતા અભિયાન :- દાહોદ જિલ્લો

Image
  સ્વચ્છતા અભિયાન :- દાહોદ દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતે થી સ્વચ્છતા કરી 'સ્વચ્છતા હી સેવા અભિયાન' નો જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ પ્રારંભ કરાવ્યો*" ૦૦  'સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા'  અને દેશનો ખૂણે ખૂણો આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે:- કલેકટર શ્રી યોગેશ નિરગુડે ૦૦  દાહોદ:- રાજ્યભરમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪  અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં ૧૭  સપ્ટેમ્બર થી શરૂ થતા 'સ્વચ્છતા હી સેવા અભિયાન' ૩૧ સપ્ટેમ્બર સુધી ચાલશે. હાલમાં દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતેથી.જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે તેમજ પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સહિત ગ્રામજનો એ  સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.  જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ  સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમ

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Image
   સેવા સેતુ કાર્યક્રમ – દાહોદ ૦૦૦ Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ  ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ૦૦૦ આપણી શેરી - મહોલ્લા સાફ રહે એ સુનિશ્ચિત કરવુ જોઇએ અને સાફ-સફાઇની શરુઆત આપણાથી કરવી જોઇએ. તેમજ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવો જોઇએ- કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે ૦૦૦ આપણી સરકાર બાળક જન્મે ત્યારથી લઇને એના સમગ્ર જીવનકાળ દરમ્યાન સુધીની ચિંતા કરી રહી છે ત્યારે કોઇપણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટેના પ્રયત્નો કરવાના છે.-ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી ૦૦૦ દાહોદ : સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ દાહોદ શહેર સહિત તમામ તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દાહોદમાં મોટી રાણાપુર ગામની મહેંદી ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટરશ્રી યોગેશ નિરગુડે તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી સહિત અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને લાભ આપવા અર્થે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લઇને વિવિધ સે