માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod : રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે ૧૯ મા ગ્રામીણ ઓલમ્પિકનું ભવ્ય આયોજન કરાયું.
૧૯ મા ગ્રામીણ ઓલમ્પિકનું રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે ભવ્ય આયોજન કરાયું
રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને ૧૯ મો ગ્રામીણ ઓલિમ્પિક યોજાયો
૦૦
દાહોદ:- રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંઘીનગર હસ્તકનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટી તંત્ર દાહોદ દ્ધારા ૧૯ મો ગ્રામીણ ઓલમ્પિક્નું ભવ્ય આયોજન રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે ઓલિમ્પિક મહોત્સવની શરૂઆત કરી હતી.
ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોનું આયોજન કરવામા આવ્યુ છે અને વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામા આવશે.
મંત્રીશ્રીએ રમતોની વાત કરતા જણાવ્યું હતું કે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર દોડ,૨૦૦ મીટર દોડ, લાંબી કુદ, અને તીરંદાજી ,ભાઇઓ માટે ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ગોફણ ફેંક, ગીલ્લોલ, તીરંદાજી,લાંબી દોડ (૮ કીમી પર્વતીય વિસ્તાર) રસ્સાખેંચ, ખો-ખો, કબડ્ડી, ગેડી દડો અને સાઇકલ પોલોનો સમાવેશ કરવામાં આવેલ છે.
જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ દશેરાની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, આ પ્રસંગ આપણામાં રહેલી સારી ગુણવતાઓને બહાર લાવવાનો છે. તમે સૌ ખેલાડીઓએ આગળ જઈને દાહોદ જિલ્લાને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી સફળતા મેળવવા પ્રયત્ન કરવાના છે.જિલ્લા વહીવટી તંત્ર તમને આગળ લઇ જવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. પુરા પ્રયત્ન અને પુરુષાર્થ વડે આ ઓલમ્પિક માં સૌએ સારુ પરફોર્મ કરવાનું છે.
બહેનો માટેની રમતોમાં ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, તીરંદાજી, લાંબી દોડ (૫ કિમી પર્વતીય વિસ્તાર) રસ્સાખેંચ, ખો-ખો, અને માટલા દોડ જેવી રમતોનુ આયોજન કરેલ છે. આ દરેક રમતમાં ભાગ લેનાર રમતવીરોને મંત્રીશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ સ્વાગત પ્રવચન કર્યું હતું આભાર દર્શન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંગ રાઠવા એ કર્યું હતું.
આ પ્રસંગે આ પ્રસંગે પ્રાંત અધિકારીસુશ્રી જ્યોતિબા ગોહિલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી અભેસિંહ વોહનિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, એ. પી. એમ. સી. ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત ના સભ્યશ્રીઓ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંગ રાઠવા, મામલતદાર શ્રી સમીરભાઈ પટેલ ,તાલુકા વિકાસ અધિકારી શ્રી ,જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોકભાઈ પટેલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ઉષાબેન ચૌધરી, સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
Comments
Post a Comment